રાજકોટ-ચોટીલા હાઇવે પર ત્રણ ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો હોવાની ખબરો મળી રહી છે. ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થવાના કારણે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે.

આ અકસ્માત એટલો ખતરનાક હતો કે, બસ ઉંધી થઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી. તેમજ ટ્રકો પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતના કારણે રસ્તો બંને બાજુથી બ્લોક થઇ ગયો હતો. જેથી વાહન વ્યવહાર અટકી ગયો હતો.

આ ઉપરાંત બગોદરા-વિરમગામ હાઇવે પર પણ પીકઅપ વાન, ટ્રક અને બોલેરો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાની જાણકારી મળી રહી છે.

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિરમગામ પોલીસે ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.
