Not Set/ બીટકોઇન કૌભાંડ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને શોધવા પોસ્ટરો લગાવાશે

અમદાવાદ, કરોડો રૂપિયાના બીટકોઇન કેસની તપાસમાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યાં છે ત્યારે આ કેસની તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે હવે આ કેસનું મુખ્ય માથું ગણાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પર સંકજો કસ્યો છે. બીટકોઈન કૌભાંડના મુખ્યય સુત્રધાર પૈકીના શૈલેષ ભટ્ટ પાસેથી લાખો રુપીયા મેળવનાર પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ભેદી રીતે લાપત્તા થયા […]

Top Stories
nalon kotdiya બીટકોઇન કૌભાંડ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને શોધવા પોસ્ટરો લગાવાશે

અમદાવાદ,

કરોડો રૂપિયાના બીટકોઇન કેસની તપાસમાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યાં છે ત્યારે આ કેસની તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમે હવે આ કેસનું મુખ્ય માથું ગણાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પર સંકજો કસ્યો છે.

બીટકોઈન કૌભાંડના મુખ્યય સુત્રધાર પૈકીના શૈલેષ ભટ્ટ પાસેથી લાખો રુપીયા મેળવનાર પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ભેદી રીતે લાપત્તા થયા છે.  જેમની સામે લુક આઉટ નોટીસ જારી કરાઈ છે.ઉપરાંત કોર્ટના આદેશ બાદ પોલીસ વોન્ટેડ નલીન કોટડીયાના ફોટો ધરાવતા ઠેરઠેર પોસ્ટર્સ પણ લગાવશે.

દેશભરમાં સનસનાટી મચાવનાર બીટકોઈન કૌભાંડની તપાસ દરમીયાન સનસનીખેજ બાબતો બહાર આવી રહી છે.  બીટકોઈન કૌભાંડના મુખ્ય સુત્રધારો પૈકીના એક શેલેષ ભટ્ટ ફરાર થઈ ગયો છે.  ઉપરાંત શેલેષ ભટ્ટ પાસેથે લાખો રુપીયાની રકમ મેળવનાર અને કૌભાંડમાં શંકાસ્પદ રીતે સંડોવાયેલા પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ભુગર્ભમાં ઉતરી ગયા છે.  સીઆઇડી ક્રાઇમના સમન્સ પાઠવ્યા બાદ પણ હજુ તે તપાસ એજન્સીની સામે નથી આવી રહ્યાં.

અગાઉ સીઆઈડી ક્રાઈમે કોટડીયાને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. જોકે કોટડીયા ભુગર્ભમાં ચાલ્યા ગયા છે. જેના કારણે સીઆઈડી ક્રાઈમે નલીન કોટડીયા વિદેશ ભાગી ન જાય તે માટે લુક આઉટ નોટીસ જારી કરી છે. ઉપરાંત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને કોટડીયા મળી આવે તો ધરપકડ કરી સીઆઈડી ક્રાઈમને જાણ કરવાના આદેશો કર્યા છે.

સીઆઇડી ક્રાઇમના સુત્રોના જણાવ્યા પ્રમાણે નલીન કોટડીયાના ફોટા ધરાવતા પોસ્ટર્સ પણ ઠેરઠેર લગાવવામાં આવશે. જોકે તે માટે કોર્ટની પરવાનગી લેવામાં આવશે. બીટકોઈન કૌભાંડના મુખ્ય આરોપી શેલેષ ભટ્ટને નલીન કોટડીયા જ ગ્રુહમંત્રી પાસે લઈ ગયા હતા. જોકે કોટડીયાએ ગ્રુહમંત્રીના નામે ધમકી આપી પોલીસ સાથે સમાધાન કરી લેવા દબાણ કર્યાના આક્ષેપ શૈલેષ ભટ્ટે કર્યા હતા. સીઆઈડી ક્રાઈમની તપાસમાં ચોંકાવનારી બાબત બહાર આવી હતી કે બિટકોઈનમાં રોકાણ કરનારની માહીતી અમરેલી પોલીસને આપવામાં આવતી હતી. અમરેલી પોલીસ અરજીઓ લઈને રોકાણકારને ધમકીઓ આપી રુપીયા અને બિટકોઈન પડાવતા હતા. જેમાં નલીન કોટડીયાની શંકાસ્પદ ભુમીકા હોવાનું બહાર આવ્યું હતું.