ICC T-20 WORLD CUP/ આજે ન્યુઝીલેન્ડ સામે અફઘાનિસ્તાન જીતે તો ભારતની સેમી ફાઇનલમાં જવાની આશા જીવંત

અફઘાનિસ્તાન આજની મેચ જીતે તો ભારત સેમીફાઈનલમાં પહોંચવાના દ્વાર ખોલશે.પરતું જો ન્યુઝીલેન્ડની ટીમ જીતશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે

Top Stories Sports
india 3 આજે ન્યુઝીલેન્ડ સામે અફઘાનિસ્તાન જીતે તો ભારતની સેમી ફાઇનલમાં જવાની આશા જીવંત

અફઘાનિસ્તાન આજની મેચ જીતે તો ભારત સેમીફાઈનલમાં પહોંચવાના દ્વાર ખોલશે.પરતું જો ન્યુઝીલેન્ડની ટીમ જીતશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે.ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન બંને ટીમો હજી પણ સેમી ફાઈનલની રેસમાં છે. ન્યુઝીલેન્ડ માટે સમીકરણ સીધા જ છે. તે મેચ જીતશે તો સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવશે. જ્યારે અફઘાનિસ્તાનને સેમીફાઇનલમાં પ્રવેશવા માટે આ મેચ મોટા અંતરેથી જીતવી પડશે. અફઘાનિસ્તાનની જીતથી ભારતને પણ ફાયદો થશે. ભારતની છેલ્લી મેચ સોમવારે નામીબિયા સામે છે. જો અફઘાન ટીમ આજે જીતે છે તો ભારતની ટીમને નામીબિયા સામેની મેચ પહેલા જ ખબર પડશે કે તેણે કેટલા અંતરેથી મેચ જીતવાની છે

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ ક્યારેય T20 ઇન્ટરનેશનલ મેચમાં સામ-સામે આવ્યા નથી. 2015 અને 2019 વન-ડે વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે અને બંનેમાં કીવી ટીમે મેચ જીતી છે.ઉલ્લેખનયીય છે કે ભારત તેની પ્રથમ મેચ ખુબ ખરાબ હારી હતી જેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. હાલ જો તો ના સમીકરણ પર ટકી છે ભારતની સેમીફાઇનલની એન્ટ્રી.