Not Set/ ઇઝરાયલમાં ફેસ્ટીવલ દરમિયાન થઇ નાસભાગ, 12 થી વધુ લોકોનાં થયા મોત, દ્રશ્યો બન્યા ભયાવહ

ઇઝરાઇલમાં બોનફાયર ફેસ્ટિવલ દરમિયાન 12 થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. આ સમાચાર રોઈટર્સ તરફથી આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટનામાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને મોટી આપત્તિ ગણાવી છે.

Top Stories World
mi 9 ઇઝરાયલમાં ફેસ્ટીવલ દરમિયાન થઇ નાસભાગ, 12 થી વધુ લોકોનાં થયા મોત, દ્રશ્યો બન્યા ભયાવહ

ઇઝરાઇલમાં બોનફાયર ફેસ્ટિવલ દરમિયાન 12 થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. આ સમાચાર રોઈટર્સ તરફથી આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર આ ઘટનામાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને મોટી આપત્તિ ગણાવી છે.

mi 10 ઇઝરાયલમાં ફેસ્ટીવલ દરમિયાન થઇ નાસભાગ, 12 થી વધુ લોકોનાં થયા મોત, દ્રશ્યો બન્યા ભયાવહ

મોટા સમાચાર / પાકિસ્તાનમાં થોડા દિવસોમાં આવી રહ્યુ છે કોરોનાથી પણ ભયાનક સંકટ, ઈમરાન ખાન માટે સૌથી મોટો પડકાર

તેમણે કહ્યું કે, અમે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. પ્રારંભિક માહિતી અનુસાર, મેરન માઉન્ટ ખાતે સ્ટેડિયમની સીટો તૂટીને પડી હતી. આ પછી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. એક ન્યૂઝ ચેનલ અનુસાર, નાસભાગમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 44 લોકોની હાલત ખૂબ ગંભીર છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવા માટે છ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે.આ ઘટના બની છે તે ગુંબદને યહૂદી દુનિયાનાં સૌથી પવિત્ર સ્થળોમાંથી એક માનવામાં આવે છે અને તે એક વાર્ષિક યાત્રાધામ છે. હજારો અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહુદીઓ વાર્ષિક સ્મરણાર્થે બીજી સદીનાં સંત રબ્બી શિમોન બાર યોચાઈની સમાધિ પર ભેગા થયા હતા. અહીં પૂરી રાત પ્રાર્થનાઓ અને નૃત્ય થતા રહ્યા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટાઓ વિચલિત કરે તેવા છે. જેમા લોકો બચવા માટે એક-બીજાની ઉપરથી ભાગતા જોવા મળ્યા હતા. પોલીસ અને પેરામેડિક ઇજાગ્રસ્તો સુધી પહોંચવા અને તેમને બચાવવા પ્રયાસ કરતા નજરે પડે છે.

મૈત્રીના ડોઝ / કોરોનાકાળમાં રસીની મદદ : અમેરિકા અને રશિયાથી પ્રથમ જથ્થો આવતીકાલ સુધીમાં પહોંચી જશે ભારત

દેશની ઇમરજન્સી સર્વિસીસનાં મેગન ડેવિડ એડમે કહ્યું કે, 44 લોકોની હાલત ખૂબ ગંભીર છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવા માટે છ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે કેટલાક લોકો સીડી પર લપસી ગયા. આ પછી, એક પછી એક લોકો એકબીજા પર પડવા લાગ્યા. એમડીએનાં પ્રવક્તાએ કહ્યું કે આ દ્રશ્ય ભયંકર છે. બહાર નીકળવાનાં પ્રયાસમાં લોકો કચડાઇ ગયા છે. અકસ્માત બાદ રાહત કાર્ય યુદ્ધનાં ધોરણે ચાલી રહ્યું છે.

Untitled 47 ઇઝરાયલમાં ફેસ્ટીવલ દરમિયાન થઇ નાસભાગ, 12 થી વધુ લોકોનાં થયા મોત, દ્રશ્યો બન્યા ભયાવહ