સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થતા દ્રારા ઉકેલવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે SC ના નિર્ણય પછી વિવિધ પક્ષો અને રાજકીય અને ધાર્મિક સંસ્થાઓ તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી ઉમા ભારતીએ એક ચેન સાથે વાતચીત કરતા કહ્યું કે અમે કોર્ટનું સમ્માન કરીએ છીએ. આના સાથે જ અમે રામ ભક્ત પણ છીએ. અમે એક જ વાત કહીશું કે જેમ વેટિકન સીટીમાં મસ્જિદ નહીં બની શકી, જેમ મક્કા-મદીનામાં મંદિર બની નથી શક્યું, તેમ જ રામલલા જ્યાં પર છે ત્યાં બીજું કોઈ જ ધર્મિક સ્થળ બની શકતું નથી.
રામ મંદિર આંદોલનથી જોડાઈ રહી ઉમા ભારતીએ કહ્યું કે કોર્ટે તો શરુથી કહ્યું છે કે આ જમીન વિવાદનો મામલો છે. આસ્થનો તો વિવાદ જ નથી. જમીનનો વિવાદ હોય છે તો બંને પાર્ટીઓ જો સમજોતી કરી લે છે તો કોર્ટ તેને મને છે. આવામાં સુપ્રીમ કોર્ટે તેમની પરંપરા છોડી લીધી છે. ઉમાએ કહ્યું કે સારું થશે કે બધા જ મળીને રામ મંદિર નિર્માણ માટે કામ કરો.
કેશવે કહ્યું, મંદિર નિર્માણમાં વિલંબ નથી ઈચ્છતા
ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સવાલ કરીશું નહિ. પહેલા પણ સમાધન પર પહોંચવાના પ્રયત્નો થયા છે. પરંતુ સફળતા મળી નથી. ડેપ્યુટી CM એ કહ્યું કે ભગવાન રામ ના કોઇપણ ભક્ત કે સંત રામ મંદિરના નિર્માણમાં વિલંબ ઈચ્છતા નથી.
જીલાની બોલ્યા, સહયોગ કરીશું
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સદસ્ય તે બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક જફરયાબ જીલાનીએ કહ્યું કે ‘અમે પહેલા જ કહ્યું છે કે અમે મધ્યસ્થતા પ્રક્રિયામાં સહયોગ કરીશું. હવે જે કંઈ પણ અમારે કરવું છે તે અમે મધ્યસ્થતા પૈનલને કહીશું. બહાર નહીં. આપને જાણવી દઈએ કે સુપ્રીમ કોર્ટએ તેના નિર્ણયમાં વાતચીત ચાલુ રહ્યા સુધી મીડિયા રિપોટિંગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
હિન્દુ મહાસભાએ શું કહ્યું?
હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણીએ એક ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે સ્વિકાર કરીએ છીએ. અમે હકારાત્મક રીતે વિચારી રહ્યા છીએ. સૌથી મોટી વાત એ છે કે પૈનલમાં શ્રીશ્રી રવિશંકરનું નામ સામિલ છે. અમને પૂરો વિશ્વાસ છે કે હિન્દુ-મુસલમાન મળીને કામ કરશે.