Not Set/ એક જ ઓવરમાં જો બે કેચ છૂટશે તો મેચ કેવી રીતે જીતી શકાય : વિરાટ કોહલી

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારત સામેની બીજી ટી-20 મેચ 8 વિકેટે જીતી લીધી છે. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ ખૂબ જ સરળતા સાથે જીતી હતી, પરંતુ બીજી મેચમાં ના બોલરોએ કોઇ સારુ પ્રદર્શન કર્યુ અને શિવમ દૂબેની છોડી દઇએ તો […]

Top Stories Sports
BBXX9E2 એક જ ઓવરમાં જો બે કેચ છૂટશે તો મેચ કેવી રીતે જીતી શકાય : વિરાટ કોહલી

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે ગ્રીનફીલ્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે ભારત સામેની બીજી ટી-20 મેચ 8 વિકેટે જીતી લીધી છે. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ ખૂબ જ સરળતા સાથે જીતી હતી, પરંતુ બીજી મેચમાં ના બોલરોએ કોઇ સારુ પ્રદર્શન કર્યુ અને શિવમ દૂબેની છોડી દઇએ તો ના કોઇ બેટ્સમેને સારુ પ્રદર્શન કર્યુ. આ જ કારણથી  ટીમને હારનો સામનો કરવો પડ્યો. મેચ પૂરી થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ હારનું મુખ્ય કારણ જણાવતા નિવેદન આપ્યું હતું.

Image result for india vs west indies catch drop

કોહલીએ કબૂલ્યું હતું કે મેચ નબળી ફિલ્ડિંગનાં કારણે હારી ગયા હતા. તેમણે કહ્યું, ‘મળેલી તકોને ગુમાવવું અમને મોંઘુ પડ્યુ છે. જો તમે એક જ ઓવરમાં 2 કેચ છોડશો, તો મેચ કેવી રીતે જીતી શકશો. પહેલી મેચમાં, અમે એક કેચ છોડ્યો હતો, પરંતુ આ વખતે, 2 કેચ છોડ્યા હતા.’ જણાવી દઈએ કે પાંચમી ઓવરમાં 2 કેચ છુટ્યા હતા. પ્રથમ કેચ ઓવરનાં બીજા બોલ પર લેન્ડલ સિંમસે છોડ્યો હતો જે બાદમાં હારનું કારણ બન્યો, તે જ ઓવરનાં ચોથા બોલ પર વિકેટ પાછળ ઇવિન લુઇસનો કેચ રિષભ પંતે છોડ્યો હતો.

Image result for india vs west indies rishabh catch drop

કેપ્ટન કોહલીએ કહ્યું કે, જો તમે આવી ફીલ્ડિંગ કરો તો કોઈ ફાયદો નહીં થાય. અમારી બોલિંગ પહેલા 4 ઓવરમાં ઘણી સારી રહી હતી. પરંતુ જો તમે તક ગુમાવશો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થશે. આપણે ફીલ્ડિંગ ક્ષેત્રને વધુ સુધારવાની જરૂર છે. ત્રીજા નંબરે આવતા 54 રનની શિવમ દુબેની ઈનિંગની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે શિવમની શાનદાર ઇનિંગને કારણે અમે 170 ને સ્પર્શ કરી શક્યા. અમે જાણીએ છીએ કે પિચ સ્પિનરો માટે મદદરૂપ થશે, એટલે જ શિવમને મોકલવામાં આવ્યો હતો જેથી તે ઝડપી શોટ રમીને તેમની લેન્થ બગાડી શકે. તે ખૂબ જ સારી રીતે રમ્યો.

Dube એક જ ઓવરમાં જો બે કેચ છૂટશે તો મેચ કેવી રીતે જીતી શકાય : વિરાટ કોહલી

બેટિંગ અંગે કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે બેટિંગ દરમિયાન અમે 16 ઓવરમાં સારા રહ્યા હતા, પરંતુ છેલ્લી ચાર ઓવરમાં અમે ફક્ત 30 રન બનાવ્યા હતા. અમને આશા હતી કે 40-45 રન બનશે પરંતુ તે બન્યું નહીં. “આપને જણાવી દઈએ કે શિવમે આંતરરાષ્ટ્રીય ટી-20 મેચોમાં પ્રથમ અર્ધસદી ફટકારી હતી. જો કે, આ અડધી સદી પર પાણી ફેરવાઇ ગયુ હતુ. ભારતે વિન્ડિઝ સામે 7 વિકેટ ગુમાવીને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શિવમ ઉપરાંત વિકેકીપર રિષભ પંતે 22 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વિન્ડિઝે ઓપનર લેન્ડલ સિમોન્સની નોટઆઉટ 67 રનની ઇનિગ્સનાં કારણે મેચ 8 વિકેટ પહેલા પોતાના નામે કરી દીધી હતી. સિમોન્સે આ ઇનિંગ 45 બોલમાં 4 ચોક્કા અને સમાન છક્કા પણ ફટકાર્યા હતા. નિકોલસ પૂરને 18 બોલમાં 38 રનની અણનમ ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.