Not Set/ શું છે જાપાની લકી કેટ, અને તે કેવી રીતે મનાય છે શુકનિયાળ

જાપાન, આમ તો આપણે ત્યાં બિલાડીને અપશુકનિયાળ માનવામાં આવે છે જોકે ફેંગશુઇની લકી કેટ  લોકો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે રીતે ફેંગ શુઈમાં  લાફિંગ બુદ્ધા, વિંડ ચાઇમ, ક્રિસ્ટલ ઘરમાં મૂકવામાં આવતા હોય છે તે જ રીતે લકી કેટ પણ ઘરમાં તેમજ કાર્યસ્થળે રાખી શકાય છે. બેટરીથી ચાલનારી આ લકી કેટ ઘરમાં રાખવાથી  સુખ શાંતિ […]

Uncategorized

જાપાન,

આમ તો આપણે ત્યાં બિલાડીને અપશુકનિયાળ માનવામાં આવે છે જોકે ફેંગશુઇની લકી કેટ  લોકો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. જે રીતે ફેંગ શુઈમાં  લાફિંગ બુદ્ધા, વિંડ ચાઇમ, ક્રિસ્ટલ ઘરમાં મૂકવામાં આવતા હોય છે તે જ રીતે લકી કેટ પણ ઘરમાં તેમજ કાર્યસ્થળે રાખી શકાય છે. બેટરીથી ચાલનારી આ લકી કેટ ઘરમાં રાખવાથી  સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. લકી કેટ  બાળકોના અભ્યાસમાં પણ મદદરૂપ થાય છે.

આ દંતકથા પ્રચલિત છે લકી કેટ માટે

એક જાપાની કથા પ્રમાણે જ્યારે ધનના દેવતા બહાર જઈ રહ્યા હતા. ત્યારે  ખૂબ જ વરસાદ પડ્યો .આ વરસાદ વધતો  જ ગયો…આથી  વરસાદની તીવ્રતાથી બચવા ધનના દેવતા  એક ઝાડ નીચે ઉભા રહ્યા. ત્યાં તેમણે જોયું કે ખૂણામાં બેઠેલી એક બિલાડી  તેનો પંજો ઉંચો કરીને તેમને બોલાવી રહી હતી. આથી ધનના દેવતા બિલાડી  પાસે ગયા.  અને તેમણે પાછળ અવાજ આવતા જોયું તો  ઝાડ પડી ગયું હતું.   બિલાડીએ તેમને બોલાવ્યા તેથી તેમને ઇજા ન થઈ. અને તેઓ સુરક્ષિત રહ્યા.આથી તેમણે બિલાડીના માલિકને ધનવાન બનાવી દીધો.

થોડા સમય પછી તે બિલાડી મૃત્યુ પામી, અને માલિકે બિલાડીને દફનાવી દીધી. અને તેના પ્રતિક રૂપ નિકો નામની હાથ હલાવતી  બિલાડીની મૂર્તિ બનાવી. બસ પછી તો તમામ સ્થળે  હાથ હલાવનારી બિલાડી લકી કેટ તરીકે બનવા લાગી અને લોકો તેને શુકનિયાળ બિલાડી તરીકે  ઘરમાં રાખવા લાગ્યા. લકી કેટના ઘણા બધા રંગો  મળે છે અને રંગો પ્રમાણે તેની અસર પણ જુદી જુદી હોય છે.

કઇ દિશામાં રાખશો લકી કેટ

આર્થિક ઉન્નતિ માટે  ઘર અથવા કાર્યસ્થળે સોના જેવા પીળા રંગની  કેટ રાખવી.

વાદળી-નીલા રંગની બિલાડી ધનની વૃદ્ધિ કરે છે અને તેને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવી. જો આ દિશામાં શક્ય ન હોય તો  ઉત્તર-પૂર્વમાં રાખવી.

લીલા રંગની લકી કેટ ઉત્તર પૂર્વમાં રાખવી તે સૌભાગ્યમાં વધારો કરે છે અને નસીબ આડેના અવરોધ દૂર કરવા.

લાલ રંગની કેટ દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી રોમાન્સ અને ભાગ્યમાં વધારો થાય છે.