Not Set/ સફેદ મોતી ખોલી નાખશે તમારી સફળતા અને સંપત્તિના દ્વાર

જ્યોતિષમાં ગ્રહો અનુસાર વિવિધ રત્ન કે મોતી પહેરવાનું સૂચન કરવામાં આવતું હોય છે. રત્ન વિશે માહિતી મેળવીએ તો રત્ન  84 પ્રકારના હોય છે.  તેમાંથી આપણે મોટા ભાગે જે જાણીએ છીએ તે  પન્ના, હીરા, નીલમ માણેક અને મોતી એમ પાંચ રત્નો છે.  જેને પંચમહારત્ન કહેવાય છે.   આ પૈકી મોતીનું એક આગવું મહત્વ છે સામાન્ય રીતે જેનું […]

Uncategorized
pearl સફેદ મોતી ખોલી નાખશે તમારી સફળતા અને સંપત્તિના દ્વાર

જ્યોતિષમાં ગ્રહો અનુસાર વિવિધ રત્ન કે મોતી પહેરવાનું સૂચન કરવામાં આવતું હોય છે. રત્ન વિશે માહિતી મેળવીએ તો રત્ન  84 પ્રકારના હોય છે.  તેમાંથી આપણે મોટા ભાગે જે જાણીએ છીએ તે  પન્ના, હીરા, નીલમ માણેક અને મોતી એમ પાંચ રત્નો છે.  જેને પંચમહારત્ન કહેવાય છે.   આ પૈકી મોતીનું એક આગવું મહત્વ છે સામાન્ય રીતે જેનું મન ચંચળ રહેતું હોય તેને ટચલી આંગળીમાં મોતી પહેરવાનું સૂચન કરવામાં આવે છે  ઉપરાંત ચંદ્ર ગ્રહ સંબંધી સમસ્યા હોય તેને પણ ચાંદીમાં જડીને મોતી પહેરાવાય છે.

તો ચાલો આજે જાણીએ કે તમારી પાસે મોતી હોય તો તમારું કિસ્મત કેવી રીથે ચમકશે  

ગોળ અને ચમકતું મોતી. જે એકદમ સફેદ હોય અને તેમાં લાલ રંગના ધ્વજ જેવું ઝીણું ચિહ્ન હોય , તો આ મોતી પહેરવાથી વ્યક્તિને  રાજય તરફથી ઘણો લાભ થતો હોય છે.

સોમવારે સવારે અથવા તો સંધ્યાકાળે ચાંદીની વીંટીમાં જડેલું મોતી ટચલી આંગળીમાં પહેરવાથી લાભ થાય છે.  મોતી શુકલ પક્ષમાં રોહિણી, હસ્ત, શ્રવણ જેવા નક્ષત્રમાં પહેરવું જોઈએ. મોતી સાથે ગોમેદ ન પહેરવું, મોતી  4.25 રતી ભારનું હોય તો સારું રહેશે.

ગોળાકાર મોતી સૌથી ઉત્તમ ગણાય છે. મોતી આકારમાં લાબું તેમજ ગોળ હોય અને વચ્ચે આકાશ જેવું વલયાકાર ચિહ્ન હોય કે અર્ધચંદ્રાકાર ચિહ્ન હોય તો આવું મોતી ધારણ કરનારને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. 

મોતી આકારમાં અણીદાર તથા બીજી બાજુથી ચપટું હોય અને આકાશી રંગ ધરાવતું હોય તો તે પહેરનારને ધનસંપત્તિપ્રાપ્ત થતી હોય છે. અને ગોળ આકારનું સફેદ પરંતુ સહેજ પીળાશ પડતું મોતી પહેરવાથી વ્યક્તિ વિદ્વાન બને છે.

પહેરવા માટે મોતી યોગ્ય હોવું જરૂરી છે નહિં તો લાભને બદલે નુકસાન થઈ શકે છે. જ્યારે કોઈ જ્યોતિષ મોતી પહેરવાનું સૂચન કરે છે ત્યારે  તમે તમારા જન્મના ગ્રહો, તમારી વર્તમાન પરિસ્થિતિને આધારે નક્કી કરી શકો કે તમને કેવું મોતી સૂટ થશે. કારણ કે શ્રેષ્ઠ અને સાચું મોતી મળવું મુશ્કેલ છે