સુરેન્દ્રનગર/ પાટડી તાલુકાના વણોદ અને ઝીંઝુવાડા જિલ્લા પંચાયત વિસ્તારમાં,રૂ .૪૫.૫ લાખના વિકાસ કાર્યોનું થયું ખાતમુહૂર્ત–લોકાર્પણ

યાત્રાના છેલ્લા દિવસે પાટડી તાલુકાના ઝીંઝુવાડા અને વણોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં કુલ ૨૮.૨૫ લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ૧૭.૨૫ લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ૪.૧૨ લાખ રૂપિયાની વ્યક્તિગત સહાય આપવામાં આવી હતી.

Gujarat
Untitled 285 1 પાટડી તાલુકાના વણોદ અને ઝીંઝુવાડા જિલ્લા પંચાયત વિસ્તારમાં,રૂ .૪૫.૫ લાખના વિકાસ કાર્યોનું થયું ખાતમુહૂર્ત–લોકાર્પણ

આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતની પરીકલ્પનાને સાકાર કરતી ત્રિ-દિવસીય “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” ના છેલ્લા દિવસે એટલે કે તારીખ ૨૦ મી નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પાટડી તાલુકાના માનાવાડા, નાવીયાણી, વાલેવડા, વણોદ, ગવાણા, બુબવાણા, પાનવા, વડગામ, આદરિયાણા અને ઝીંઝુવાડા સહિતના વિવિધ ગામોમાં યાત્રાનું આગમન થતા, ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથનું સ્વાગત કર્યું હતું.

આ ઉપરાંત વણોદ અને ઝીંઝુવાડા ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ કિસાન માલ પરિવહન યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, મિશન મંગલમ સ્વ સહાય જૂથ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર, સહાય, ચેક તેમજ હુકમ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

યાત્રાના છેલ્લા દિવસે પાટડી તાલુકાના ઝીંઝુવાડા અને વણોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં કુલ ૨૮.૨૫ લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, ૧૭.૨૫ લાખ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ૪.૧૨ લાખ રૂપિયાની વ્યક્તિગત સહાય આપવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, વણોદ અને ઝીંઝુવાડા ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન લોકો સરકારના વિવિધ વિભાગો અંતર્ગત ચાલતી યોજનાઓથી માહિતગાર થાય, તે અર્થે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથ દ્વારા ઉપસ્થિત લોકોને યોજનાકીય માહિતી આપતી ફિલ્મો બતાવવામાં આવી હતી. વધુમાં યાત્રા દરમિયાન આવતા વિવિધ ગામો ખાતે પણ ફિલ્મ વગેરેના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરી લોકોને સરકારની વિવિધ યોજનાની સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી ઉદુભા ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, અગ્રણી સર્વશ્રી, દિલીપભાઇ પટેલ, જેસંગભાઈ ચાવડા, ખેંગારભાઈ ડોડીયા, સોનાજી ઠાકોર, સુરાભાઈ ખટાણા, રણધીરભા કુબેરસિંહ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ અધિકારી-પદાધિકારી અને કર્મચારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા