સુરત/ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ગ્રીષ્માની પ્રાર્થના સભામાં, પરિવારજનોને પાઠવી સાંત્વના

ગૃહ રાજ્યમંત્રી તેમના તમામ કાર્યક્રમો રદ કરીને આજે ગ્રીષ્મા વેકરિયાના પરિવારને મળવા પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રીની સાથે સરકારી વકીલ નયન સુખડવાલા પણ ઉપસ્થિત છે.

Top Stories Gujarat Surat
ગ્રીષ્મા

ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યારા ફેનિલને ફાંસીની સજા મળ્યા બાદ ગ્રીષ્માના પરિવારજનોએ આજે (શુક્રવારે) પ્રાર્થના સભ્યનું આયોજન કર્યું હતું, જેમાં હાજરી આપવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત પહોંચ્યા હતા અને ગ્રીષ્માના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આપને જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી તેમના તમામ કાર્યક્રમો રદ કરીને આજે ગ્રીષ્મા વેકરિયાના પરિવારને મળવા પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રીની સાથે સરકારી વકીલ નયન સુખડવાલા પણ ઉપસ્થિત છે.

હર્ષ સંઘવીએ ચુકાદો આવ્યા બાદ મીડિયાને સંબોધતા કહ્યુ હતુ કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનો છું. ગ્રીષ્માના માતા પિતાને વંદન કરવા જઇશ કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.

ગૃહ રાજ્ય મંત્રી એ ઉમેર્યુ કે, આ ઘટનામાં મળેલ ન્યાયને પરિણામે આ લડાઇ રાજ્ય સરકાર આગળ વધારશે. ગુજરાતમાં કોઇ પણ ગુનો બનશે તો ગુનેગારોને કડક સજા અપાવવા અને ભોગબનનારને ન્યાય અપાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે. રાજ્યમા આવી એક પણ ઘટના બને એ સારૂ નથી. ગૃહ મંત્રી તરીકે મારી જવાબદારી અને મારૂ લક્ષ્ય છે કે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર નવી સ્ટ્રેટેજીથી કામ કરવા સઘન આયોજન કરશે. ગુજરાત માં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં નામ.કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે. તે ગુજરાત સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.

12 ફેબ્રુઆરીના દિવસે સાંજે આરોપી ફેનિલ ગોયાણી પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની સોસાયટી પાસે પહોંચી ગયો હતો. અહીં તેણે ગ્રીષ્માના કાકા અને તેના ભાઈ પર હુમલો કરતા ગ્રીષ્મા તેમને બચાવવા દોડી આવી હતી. આ પછી તરત જ ફેનિલે ગ્રીષ્માને બાથમાં લઈને તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું. અહીં ઉભેલા લોકોએ ફેનિલને રોકવાની કોશિશ કરી પરંતુ તે એકનો બે નહોતો થયો. પહેલા તે બે વખત ગ્રીષ્માના ગળા પર ઈજા પહોંચાડી અને પછી એક જ ઝાટકે તેનું ગળું ચીરીને હત્યા નીપજાવી દીધી હતી. આ પછી આરોપીએ આપઘાત કરી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલા ભરીને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને તેની સ્થિતિ સારી થતા હોસ્પિટલથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ પણ વાંચો:વરરાજાને લગ્નના હરખમાંને હરખમાં ડાન્સ કરતાં મળ્યું મોત, ઘોડે સવાર થવાને બદલે થયો અર્થીમાં સવાર

આ પણ વાંચો:જેસરના બીલા ગામે નીલગાય ખાબકી ખાડામાં : ફોરેસ્ટ સ્ટાફે બચાવી