Not Set/ કોંગ્રસે સર્જિકલ સ્ટ્રાઈક અંગે ભાજપ પર લગાવ્યો આરોપ, કહ્યું, “BJPએ દેશના શહીદોના બલિદાનનું કર્યું છે અપમાન

નવી દિલ્હી, ગત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનના ૨૧ મહિના બાદ આ સર્જિકલ સ્ટ્રાઈકનો એક વીડિયો સામે આવ્યો છે. જો કે સર્જિકલ સ્ટ્રાઈકનો આ વીડિયો સામે આવ્યા બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો […]

India Trending
congress 1 કોંગ્રસે સર્જિકલ સ્ટ્રાઈક અંગે ભાજપ પર લગાવ્યો આરોપ, કહ્યું, "BJPએ દેશના શહીદોના બલિદાનનું કર્યું છે અપમાન

નવી દિલ્હી,

ગત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ આંતકીઓના સેફ હેવન ગણાતા પાકિસ્તાનમાં ત્રણ કિમી અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ત્યારે હવે સેનાના આ ખાસ ઓપરેશનના ૨૧ મહિના બાદ આ સર્જિકલ સ્ટ્રાઈકનો એક વીડિયો સામે આવ્યો છે.

જો કે સર્જિકલ સ્ટ્રાઈકનો આ વીડિયો સામે આવ્યા બાદ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે, મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈકની રાજનીતિકરણ કરી રહી છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું,

પહેલાની સરકારોના સમયગાળા દરમિયાન સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક અને આ પ્રકારની કાર્યવાહીઓ અંજામ આપવામાં આવ્યા છે.

અટલ અને મનમોહન સરકારના સમય દરમિયાન પણ આ પ્રકારની કાર્યવાહીઓ થઇ છે, પરંતુ સેનાના પરાક્રમનું રાજનૈતિક ફાયદા માટે ઉપયોગ કરવાની આ પ્રકારની બેશર્મ કોશિશ ક્યારેય પણ કરાઈ નથી.

બીજેપીએ દેશના શહીદોના બલિદાનનું અપમાન કર્યું છે. તેઓની શહાદતનો લજ્જાજનક ઉપયોગ કરાયો છે.

UPAના કાર્યકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે.

અમારી બહાદુર સેનાએ છેલ્લા બે દાયકામાં અનેકવાર સફળતાપૂર્વક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. વર્ષ ૨૦૦૦ પછી ૨૧ જાન્યુઆરી, ૨૦૦૦માં નીલમ નદી પાર, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ બારોહ સેક્ટર, ૧૯ જૂન, ૨૦૦૮માં ભટ્ટલ સેક્ટર, પૂંછ, ૩૦ ઓગસ્ટ – ૧ સપ્ટેમ્બર, ૨૦૧૧માં શારદા સેક્ટર, ૬ જાન્યુઆરી, ૨૦૧૩માં સાવન પત્ર ચેકપોસ્ટ, ૨૭-૨૮ જુલાઈ, ૨૦૧૩માં નાજાપીર સેક્ટર, ૬ ઓગસ્ટ, ૨૦૧૩માં નીલમ ઘાટીમાં સેના દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

સરકાર દ્વારા સેના સાથે ભેદભાવ કરાયો છે. સેનાના રેજીમેન્ટ એલાઉન્સ પણ સરકારે ઘટાડીને અડધું કરી દીધું છે. સેનાની કેન્ટીન પર પણ GST લગાવવામાં આવ્યું છે.

ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકની વીરગાથા પર વોટ મેળવવા માટેની શરમજનક કોશિશ કરી રહી છે.

સર્જિકલ સ્ટ્રાઈકનો તમામ શ્રેય ભારતીય સેનાને આપવાને બદલે બેનર પોસ્ટર લગાવીને બીજેપી અને મોદીને આપવામાં આવી રહ્યું છે.

ઉરી સેક્ટરમાં આતંકી હુમલા બાદ કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક 

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ૧૮, સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હૂમલો કર્યો હતો અને ત્યારબાદ ૧૧ દિવસ પછી સેના દ્વારા આ જવાબી કાર્યવાહી કરાઈ હતી.

જો કે ભારતીય સેના કરાયેલા સર્જિકલ સ્ટ્રાઈકના ખાસ ઓપરેશન બાદ ૨૯ સપ્ટેમ્બર,૨૦૧૬ના રોજ બપોરે DGMO લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સેના દ્વારા કરાયેલી આ જવાબી કાર્યવાહી અંગે દાવો કર્યો હતો.