Not Set/ મહાનાયક અમિતાભ બચ્ચનને સલમાન ખાન સમજી, ફેન કહ્યું કેમ છો…?

મુંબઈ  સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મ ‘બદલા’ની શૂટિંગ માટે પહોંચ્યા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક વ્યકતીએ સલમાન ખાન સમજી લીધા, અમિતાભએ પોતે આ અંગેની માહિતી ટ્વિટ કરી જણાવી હતી. બિગ બીએ લખ્યું હતું કે, “જ્યારે ગ્લાસગોના રસ્તા પર હું જઈ રહ્યો હતો ત્યારે મારા પાસે એક કાર આવીને  ઉભી રહી અને અંદર બેઠેલા માણસે મને કહ્યું કે […]

Entertainment
mahi ok e1530182044628 મહાનાયક અમિતાભ બચ્ચનને સલમાન ખાન સમજી, ફેન કહ્યું કેમ છો...?

મુંબઈ 

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મ ‘બદલા’ની શૂટિંગ માટે પહોંચ્યા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એક વ્યકતીએ સલમાન ખાન સમજી લીધા, અમિતાભએ પોતે આ અંગેની માહિતી ટ્વિટ કરી જણાવી હતી. બિગ બીએ લખ્યું હતું કે, “જ્યારે ગ્લાસગોના રસ્તા પર હું જઈ રહ્યો હતો ત્યારે મારા પાસે એક કાર આવીને  ઉભી રહી અને અંદર બેઠેલા માણસે મને કહ્યું કે સલમાન ખાન કેમ છો..?

અમિતાભ બચ્ચનના આ ટ્વીટર પર જબરદસ્ત રિએક્શન જોવા મળ્યું હતું. ઘણા યુઝરે સલમાન ખાન કરતાં અમિતાભને વધુ હેન્ડસમ કહ્યું હતા.

આપને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સાથે સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બદલા’માં તાપસી પન્નુ પણ જોવા મળશે. ફિલ્મ બદલા ફિલ્મની વાતો પર  અમિતાભ બચ્ચનના સતત Instagram પર શેર કરી રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો રોલ ખૂબ જ રસપ્રદ છે.