Not Set/ ઉત્તર પ્રદેશમાં આવું “અમાનવીય” કામ કરનારાઓની સંખ્યાં દેશમાં છે સૌથી વધુ

નવી દિલ્હી, ભારતના કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત એક સર્વે મુજબ દેશમાં હાથથી ઉકરડો સાફ કરનારની અડધાથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે. આ અમાનવીય પ્રથા વર્ષોથી ચાલી આવે છે. હાથથી ઉકરડો સાફ કરનાર પર 2018માં કરાયેલ સર્વે મુજબ દેશના સૌથી મોટા અને સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં 28,796 લોકો આજે પણ હાથથી ઉકરડો […]

Top Stories India
d3a469c4 9d3c 11e7 ba2d 20fa1b34073f ઉત્તર પ્રદેશમાં આવું “અમાનવીય” કામ કરનારાઓની સંખ્યાં દેશમાં છે સૌથી વધુ

નવી દિલ્હી,

ભારતના કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા પ્રકાશિત એક સર્વે મુજબ દેશમાં હાથથી ઉકરડો સાફ કરનારની અડધાથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે. આ અમાનવીય પ્રથા વર્ષોથી ચાલી આવે છે. હાથથી ઉકરડો સાફ કરનાર પર 2018માં કરાયેલ સર્વે મુજબ દેશના સૌથી મોટા અને સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં 28,796 લોકો આજે પણ હાથથી ઉકરડો સાફ કરે છે. સર્વે માટે લગાવાયેલ રજિસ્ટ્રેશન શિબિરમાં કુલ 53,236 ઉકરડો સાફ કરતા લોકોની સંખ્યાનુ રજિસ્ટ્રેશન થયુ છે.

25A201FC00000578 2952190 image a 70 1423827476675 ઉત્તર પ્રદેશમાં આવું “અમાનવીય” કામ કરનારાઓની સંખ્યાં દેશમાં છે સૌથી વધુ

જો કે આ આંકડા સર્વે કરાયેલ 18 રાજ્યોમાંથી માત્ર 12 રાજ્યોના જ છે. બાકીના છ રાજ્યોના આંકડા મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ આંકડા દેશના 600 જિલ્લામાં સર્વેના પ્રથમ તબક્કામાં પસંદ થયેલ 121 જિલ્લાના છે. આ સર્વેમાં જાણવા મળ્યુ છે કે મધ્યપ્રદેશમાં હાથથી ઉકરડો સાફ કરનારાઓની સંખ્યા 8016 છે અને રાજસ્થાનમાં 66,343 છે. સર્વેમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં આવા 146 લોકોનુ જ રજિસ્ટ્રેશન થયુ છે, જ્યાં ગટર સાફ કરતા મરનારાઓની સંખ્યા સૌથી વધુ છે. સીવેઝ પાઈપલાઈનોમાં પ્રવેશ કરનાર મજુર સીવર લાઈનો હાથથી સાફ કરે છે.

628803 sewage worker ઉત્તર પ્રદેશમાં આવું “અમાનવીય” કામ કરનારાઓની સંખ્યાં દેશમાં છે સૌથી વધુ

આ કાર્ય હાથથી ઉકરડો સાફ કરવાની જેમ જ અમાનવીય છે. આ સર્વે ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. સર્વેના આંકડા ખૂબ જ ચોંકાવનારા અને ભયંકર છે. આનો વિષય સ્વચ્છતાનુ સામાજિક વિજ્ઞાન હતો, જે સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસીઝ ઓર્ગેનાઈઝેશનથી પ્રેરીત છે.