Not Set/ વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે એવું ડિવાઇસ જે મૂંગા લોકોના મનની વાત રજૂ કરી શકે

એક ચકલીના બ્રેન સિગ્નલ ઉપર રીસર્ચ કરી વૈજ્ઞાનિક એવું ડિવાઈસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેનાથી મૂંગા લોકો પોતાના મનની વાત જણાવી શકશે

Trending Lifestyle
2 1 19 વૈજ્ઞાનિકો બનાવી રહ્યા છે એવું ડિવાઇસ જે મૂંગા લોકોના મનની વાત રજૂ કરી શકે

એક ચકલીના બ્રેન સિગ્નલ ઉપર રીસર્ચ કરી વૈજ્ઞાનિક એવું ડિવાઈસ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેનાથી મૂંગા લોકો પોતાના મનની વાત જણાવી શકશે. તે ચકલી જેના બ્રેન સિગ્નલનો ઉપયોગ કરવામાં આવશે તેનું નામ ઝેબરા ફીંચ છે.

અમેરિકાના સેન ડિએગોની કેલીફોર્નીયા યુનીવર્સીટીના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, મૂંગા લોકો અને આ ચકલીના બ્રેન સિગ્નલમાં ઘણી સમાનતાઓ મળી છે.  ઉલ્લેખનીય છે કે, ઘણા બધા લોકો ઝેબરા બર્ડને ઘરમાં ઉછેરવાનું પસંદ કરે છે. તેમનું આયુષ્ય 2 થી 5 વર્ષ સુધીનું હોય છે.

વૈજ્ઞાનિકો અનુસાર, ઝેબરા ફીંચ જયારે કલબલાટ કરી રહી હતી ત્યારે વૈજ્ઞાનિકોએ સીલીકોન ઈમ્પ્લાન્ટસની મદદથી તેના બ્રેન સિગ્નલને રેકોર્ડ કર્યા, અને પછી એઆઈ એટલે આર્ટીફીશીયલ ઈંટેલીજેંસની મદદથી ચકલીના આગળના ગીતની ભવિષ્યવાણી કરી. રીસર્ચમાં તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ. આથી વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ રીતે અબોલ એટલે મૂંગા લોકોના મનની વાત પણ સમજી શકાય છે. વધુમાં વૈજ્ઞાનિકો કહે છે કે, આ ટેકનીકને એક ડિવાઈસમાં પરિવર્તિત કરી શકાશે અને જાણી શકાશે કે મૂંગા લોકો શું કહેવા માંગે છે. તેમણે આગળ જણાવ્યું કે, હાલમાં આવા આર્ટ ઈમ્પ્લાંટસ ઉપલબ્ધ છે જે લોકોનો અવાજ સાંભળી તેને શબ્દોમાં પરિવર્તિત કરી શકે છે. પણ આ ટેકનીક તેમના મગજને સમજીને તેમની ઈચ્છા જાણી શકશે કે તે કહેવા શું માંગે છે.

આ રીસર્ચ સાથે જોડાયેલા એક શોધકર્તા ડેરીસ બ્રાઉનનું કહેવું છે કે, ચકલીના મગજના સિગ્નલની મદદથી મૂંગા લોકો માટે એક નવો રસ્તો દેખાયો છે. અમે બર્ડ સોંગનો અભ્યાસ કરી રહ્યા છીએ, જે હ્યુમન કમ્યુનિકેશનને સમજવામાં મદદ કરશે. મૂંગા લોકો માટે આ રીસર્ચ નવો અવાજ બની શકશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચકલીના ગીત ગાવાની રીત માણસના અવાજ સાથે ઘણી મળતી આવે છે. બંને ધીમે ધીમે શીખે છે અને બીજા જાનવરોના અવાજોની સરખામણીમાં તેને સમજવું ઘણું અઘરું છે. વૈજ્ઞાનિકોએ રીસર્ચ દરમિયાન કરવામાં આવેલા પ્રયોગોથી એ જાણ્યું છે કે, બ્રેન સિગ્નલને સમજીને તેને અવાજમાં રૂપાંતરીત કરી શકાય છે.