Business/ બજેટમાં સરકાર આવકવેરામાં કરી શકે છે ફેરફાર, જાણો શું મળશે લાભ

આ વર્ષે સામાન્ય બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પાંચમી વખત સામાન્ય…

Top Stories Business
Income tax in Budget

Income tax in Budget: આ વર્ષે સામાન્ય બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પાંચમી વખત સામાન્ય બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકાર આ વર્ષે બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરી શકે છે, જેનો સંકેત નાણાં પ્રધાન સીતારમણે આપ્યો છે. એક પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાને કહ્યું કે તેઓ મધ્યમ વર્ગની સમસ્યાઓને સમજે છે અને કહ્યું કે સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે નવો ટેક્સ લાવી નથી, અમે લોકોનું ધ્યાન રાખી રહ્યા છીએ.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આવકવેરામાં રાહત સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેઓ મધ્યમ વર્ગની સમસ્યાઓથી ચિંતિત છે. તે પોતે એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. વધુમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, સરકારે ગયા વર્ષે બજેટમાં કોઈ નવો ટેક્સ લાદ્યો નથી. આજે દેશના 27 શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે, શું તેનાથી સામાન્ય લોકોને રાહત નથી મળી રહી. દેશમાં 5G શરૂ થઈ ગયું છે અને સ્માર્ટ સિટી માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. દેશમાં ચાલી રહી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, શું આમાંથી કોઈ રાહત નથી? નાણામંત્રીએ આ બધી વાતો RRSના મુખ્ય પેપર પંચજન્યના એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. નાણામંત્રીએ કહ્યું કે મધ્યમ વર્ગની વસ્તી ઝડપથી વધી રહી છે અને હવે શહેરો તરફ દોડી રહી છે. તેમની સરકાર હંમેશા મધ્યમ વર્ગ માટે કામ કરશે. જો કે, કેટલાક નાણા નિષ્ણાતોનું કહેવું છે કે તમામ વાતચીત હજુ ગુપ્ત છે અને અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેવામાં આવશે.

ગત વર્ષના બજેટ દરમિયાન સરકારે આવકવેરાની ગણતરી બે રીતે કરવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ લોકોને તેનો બહુ ફાયદો મળ્યો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નવા આવકવેરા મુજબ કેટલા લોકોએ ટેક્સ ભર્યો છે તેના આંકડા પણ કેન્દ્ર સરકાર પાસે નથી. વર્તમાન આવકવેરા મુજબ, 2.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી, 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ નથી, જે કલમ 87a હેઠળ કર મુક્તિ હેઠળ ઉપલબ્ધ છે. 5 લાખથી 7.5 લાખ માટે 10 ટકા, 7.5 લાખથી 10 લાખ માટે 15 ટકા, 10 લાખથી 12.5 લાખ માટે 20 ટકા, 12.5 લાખથી 15 લાખ માટે 25 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટકા ટેક્સની જોગવાઈ છે.

આ પણ વાંચો: PM Modi/ જીવનનો શ્રેષ્ઠ સમયગાળો આવી રહ્યો છે, મહેનત કરવામાં પાછળ ન રહો: PM મોદી