Not Set/ શિવરંજની અકસ્માત પાર્ટ 2 , હળવદમાં રિક્ષાચાલકે બાળકીને ઉડાવતા ઘટનાસ્થળે જ મોત

બેદરકારીથી વાહન ચલાવીને લોકોના જીવને જોખમમાં મુકાય તેવા વાહનચાલકોની સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. કારણકે બે દિવસ પહેલા અમદાવાદના શિવરંજની ચાર રસ્તા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં કાર ચાલક પુરઝડપે અને બેદરકારીની સાથે ગાડી ચલાવી રહ્યો હતો જેમાં તેને સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા તેણે ફૂટપાથ ઉપર સુઈ રહેલા પરિવારજનો ગાડી ચડાવી દીધી હતી […]

Gujarat
images 3 શિવરંજની અકસ્માત પાર્ટ 2 , હળવદમાં રિક્ષાચાલકે બાળકીને ઉડાવતા ઘટનાસ્થળે જ મોત

બેદરકારીથી વાહન ચલાવીને લોકોના જીવને જોખમમાં મુકાય તેવા વાહનચાલકોની સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. કારણકે બે દિવસ પહેલા અમદાવાદના શિવરંજની ચાર રસ્તા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં કાર ચાલક પુરઝડપે અને બેદરકારીની સાથે ગાડી ચલાવી રહ્યો હતો જેમાં તેને સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા તેણે ફૂટપાથ ઉપર સુઈ રહેલા પરિવારજનો ગાડી ચડાવી દીધી હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જયારે ત્રણ લોકો તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ બનતા તેમાં 9 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજી જતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આજે સવારનાં હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે મોરબી તરફથી આવતા છકડો રિક્ષાચાલકે પરપ્રાંતીય પરિવારની નવ વર્ષની બાળકીને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ આ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના નવ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાનાં ચરાડવા ગામ નજીક આવેલ ભવાની પેટ્રોલ પંપ પાસે પગપાળા જઈ રહેલા મુળ મધ્યપ્રદેશના અને હાલ ચરાડવા ખાતે મજૂરી કરતા રાકેશભાઇની નવ વર્ષની દીકરી રીનાને મોરબી તરફથી આવતા અજાણ્યા રિક્ષાચાલકે અડફેટે લેતા આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી, તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત સર્જી રીક્ષા ચાલક નાસી છૂટયો હતો. બનાવની જાણ પોલીસને થતાં ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક બાળકીની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી અજાણ્યા રિક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.