Patan Demonstration/ પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા આપેલ વચનો પૂરા ના થતા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ મેદાને ઉતરી સરકાર સામે પોતાની માંગ પુરી કરવા ધરણા યોજ્યા હતા.

Gujarat
Silent Demonstration પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

@Ravi Darji

પાટણઃ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા Silent Demonstration ચૂંટણી પહેલા આપેલ વચનો પૂરા ના થતા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ મેદાને ઉતરી સરકાર સામે પોતાની માંગ પુરી કરવા ધરણા યોજ્યા હતા. આજ રોજ પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિમાં હારીજ,સમી ,શંખેશ્વર તાલુકાના શિક્ષકો દ્વારા હારીજ બહુચર માતાજી મન્દિર ચોક ખાતે પોતાની માંગણીઓ રજૂ કરતા બેનરો સાથે બપોરે 12 વાગ્યા થઈ 3 વાગ્યાના ટાઈમ સુધી મૌન ધરણા કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના  Silent Demonstration પ્રમુખ અમરતભાઈ દેસાઈના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણી પૂર્વે શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલ માગણીઓમાં શિક્ષકોની કાયમી ભરતી,અન્ય કામગીરીમાંથી મુક્તિ,જૂની પેંશન યોજના,ક્લાર્ક,પ્યુન, શિક્ષકોની નવી ભરતી અંગેની પડતર માંગણીઓ સ્વીકારવાની બાંહેધરી આપી હતી જેનો સમય વીતવા છતાં સરકાર દ્વારા મંગણીઓનો કોઈ ઉકેલ ના આવતા આજ રોજ હારીજ ખાતે  ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આગામી સમયમાં પડતર માંગણીઓ પૂરી કરવામાં નહીં Silent Demonstration આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી  કાળા કપડાં ધારણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી ધરણા કાર્યક્રમમાં પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ અમરતભાઈ દેસાઈ,આચાર્ય યુનિયન દિનેશભાઈ દેસાઈ એકલવા,એ એસ ભગોરા ,પી આર ઠક્કર, વહીવટી યુનિયન દિનેશભાઈ પ્રજાપતિ હિરેનભાઈ પ્રજાપતિ,સરદારસિંહ વાઘેલા,રાજુભાઈ, મનુભાઈ, મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ X New Feature/ X માં યુઝર્સને ટૂંક સમયમાં મળી શકે છે કોલિંગ ફીચર, મસ્ક હવે વોટ્સએપને આપશે ટક્કર 

આ પણ વાંચોઃ OMG!/ એક આધાર નંબરથી ચાલતા હતા 656 સિમ, આવી છેતરપિંડીથી બચવા તરત જ કરો આ કામ

આ પણ વાંચોઃ Web Browser/ એપલ-ગૂગલના પ્રભુત્વનો અંત આવશે, ભારતીય યુઝર્સ પાસે પોતાનું બ્રાઉઝર હશે

આ પણ વાંચોઃ WhatsApp New Features/  Zoom અને Google Meetના આ શાનદાર ફીચર્સ આવ્યા Whatsappમાં, કરોડો યુઝર્સને મળશે ફાયદો

આ પણ વાંચોઃ WhatsApp New Features/ વોટ્સએપમાં આવ્યું ટ્વિટર સ્પેસ જેવું ફીચર, આ રીતે કરી શકશો યુઝ