Not Set/ શરમજનક / દેશની સૌથી શરમજનક યાદીમાં ગુજરાતનો સમાવેશ, ખેડૂત આત્મહત્યા કેસમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને આગળ વધ્યું

ગુજરાત એક શરમજનક બાબત માટે દેશના પ્રથમ ત્રણ રાજ્યમાં સામેલ થયું છે. આ એટલા માટે શરમજનક છે કારણ કે આ બાબત જગતના તાત ખેડૂત સાથે જોડાયેલી છે. કેન્દ્ર સરકારે ભાર વિલંબ બાદ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા બહાર પાડ્યા છે જેમાં ગુજરાતના ખેડૂતોના આપઘાત કેસમાં 35.5 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે ભારે હોબાળો મચાવ્યાં […]

Top Stories Gujarat Others
KHEDUT શરમજનક / દેશની સૌથી શરમજનક યાદીમાં ગુજરાતનો સમાવેશ, ખેડૂત આત્મહત્યા કેસમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને આગળ વધ્યું

ગુજરાત એક શરમજનક બાબત માટે દેશના પ્રથમ ત્રણ રાજ્યમાં સામેલ થયું છે. આ એટલા માટે શરમજનક છે કારણ કે આ બાબત જગતના તાત ખેડૂત સાથે જોડાયેલી છે. કેન્દ્ર સરકારે ભાર વિલંબ બાદ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા બહાર પાડ્યા છે જેમાં ગુજરાતના ખેડૂતોના આપઘાત કેસમાં 35.5 ટકાનો વધારો થયો છે.

કેન્દ્ર સરકારે ભારે હોબાળો મચાવ્યાં બાદ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ 2016 ના આંકડા જાહેર કર્યા છે, જેમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં 35.5  ટકાનો ચિંતાજનક વધારો થયો છે. દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો ક્રમ છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ  આપઘાત કર્યા હતા, તે સંખ્યા 2016 માં વધીને 408  દર્શાવાઈ છે.

ગુજરાત માટે શરમજનક બાબત છે કે ખેડૂતોનો આપઘાતની સંખ્યા જ્યાં સૌથી વધુ હોય છે મહારાષ્ટ્રમાં પણ ટકાવારીમાં 15  ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5  ટકાનો ઘટાડો નોંધાયો છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના આંકડા પર કરીએ એક નજર….

આંકડા શરમજનક / દેશની સૌથી શરમજનક યાદીમાં ગુજરાતનો સમાવેશ, ખેડૂત આત્મહત્યા કેસમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને આગળ વધ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણાં વર્ષોથી જોવા જઇએ તો ખેડૂત આંદોલનો સતત વધી રહ્યા છે. કમોસમી વરસાદ અને સતત વધી રહેલી ગ્લોબલ વોર્મિંગને કારણે ખેડૂતો સતત પાયમાલી તરફ આગળ વધી રહ્યા છે. આ તરફ વહીવટી ક્ષેત્રે પણ સરકારો ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી રહી છે. પાક વીમો હોય કે ટેકાના ભાવો, રોવાનો વારો માત્ર ખેડૂતના ભાગે જ આવી રહ્યો છે.

દેશમાં ખેડૂતોની આત્મહત્યા સત્તાધીશો માટે ચિંતાનજક છે, જ્યાં દેશમાં કોઇપણ ચૂંટણી યોજાતી હોય ત્યારે માત્ર વિકાસ વિકાસ અને વિકાસના દાવાઓ કરાતા હોય છે ત્યારે ખેડૂતોની સતત અવગણના જ થતી રહેતી હોય છે. મહત્વકાંક્ષી પ્રોજેક્ટો પાછળ દેશ અને રાજ્યની સરકારો કરોડો અબજો રૂપિયા પાણીની જેમ વહેવડાવે છે,  ત્યારે પણ ખેડૂતોની અવગણના જ થતી રહેતી હોય છે. ખેડૂતોની આવી અવગણના જો સતત થતી રહેશે તો દેશમાં આગામી સમયે ઔદ્યોગિક વિકાસમાં તો હરણફાળ ભરી ચૂક્યો હશે પરંતુ અન્ન ક્ષેત્રે સતત પાયમાલી તરફ આગળ વધશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.