ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા કેનેડામાં એક હિન્દુ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. આરોપીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાનાશાહ જાહેર કરવાની માંગ કરી છે. આ સાથે તેણે મંદિરની દિવાલ પર ભિંડરાવાલાને શહીદ ગણાવતા સૂત્રો લખ્યા છે. કેનેડામાં ભારતીય મિશનએ આ ઘટનાની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓને ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરવા અપીલ કરી. આ ઘટના 13 ફેબ્રુઆરીએ મિસિસોગાના રામ મંદિરમાં બની હતી. જોકે, ઘટનાનો સમય જાણી શકાયો નથી.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે ટ્વિટ કર્યું, “અમે મિસિસોગામાં રામ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે.”

મંદિરના ફેસબુક પેજ પર લખ્યું છે કે, “મિસિસોગા, ઓન્ટારિયોમાં શ્રી રામ મંદિરની દિવાલોમાં રાતોરાત તોડફોડ કરવામાં આવી હતી. અમે આ ઘટનાથી ખૂબ જ વ્યથિત છીએ અને અમે આ બાબતે યોગ્ય કાયદા અમલીકરણ સત્તા સાથે કામ કરી રહ્યા છીએ.”
મંદિરની દિવાલો પર ખાલિસ્તાની તરફી નારા અને ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. આ પહેલીવાર નથી કે કેનેડામાં મંદિરની દિવાલ પર ભારત વિરોધી નારા લખવામાં આવ્યા હોય. જાન્યુઆરીમાં, કેનેડામાં એક મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખેલા જોવા મળ્યા હતા, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, “કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ” દ્વારા ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં યુવકનું ક્રિકેટ રમ્યા બાદ હાર્ટએટેકથી મોત, પત્નીનું હૈયાફાટ રુદન
આ પણ વાંચો:રાધનપુર વારાહી હાઈવે પર જીપનું ટાયર ફાટતા ટ્રક સાથે ટક્કર, છ લોકોના મોત
આ પણ વાંચો:સિહોરમાં પ્રેમી પંખીડાનો આપઘાત, બંનેની સગાઇ થઇ ગઇ હોવાની થઇ રહી છે ચર્ચા
