રાજકોટ/ શેઢાની તકરારમાં વૃધ્ધાનું કૌટુંબિક ભત્રીજાએ ખપાળીના ઘા મારી પતાવી દીધાં

ડીસીપી પ્રવીણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.ધોકાના પ્રહારથી સવિતાબેનને માથામાં હેમરેજ થઇ જતાં ઘટનાસ્થળે જ ઢીમ ઢળી ગયું હતું

Gujarat Rajkot
Untitled 284 શેઢાની તકરારમાં વૃધ્ધાનું કૌટુંબિક ભત્રીજાએ ખપાળીના ઘા મારી પતાવી દીધાં

શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા સાથે ખાખીનો ખોફ ઓસવયો છે જેથી ચોરી, ખુન અને મારામારીજેવા ગુનાખોરીના બનાવો શેર બજારના સેસન્સની જેમ ઉછાળો જોવા મળ્યો છે.જર, જમીન અને જોરૂ કઝીયાનું છોરૂની કહેવતને સાર્થક કરતો બનાવ રાજકોટ તાલુકાના ઢાંઢણી ગામે શેઢાની તકરારમાં કોળી પરિવાર પર કુટુંબિક ભત્રીજાએ નશો કરેલી હાલતમાં ખરપીયો વડે તૂટી પડતા વૃધ્ધાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જ્યારે વૃધ્ધ અને તેની ત્રણ પુત્રીને ઇજા પહોંચ્યા છે.

છેલ્લા એક પખવાડીયામાં રાજકોટમાં ત્રીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રથમ બનાવમાં પત્નીના બોયફેન્ડે સોપારી આપી પતિની હત્યા કરાવી હતી. અને બીજા બનાવમાં છેડતી અંગે ફરીયાદ કરતાં શીખ યુવાનની કાકા અને ભત્રીજાએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. અને ત્રીજા બનાવમાં ઢોઢળી ગામે કોટુંમ્બીક ભત્રીજાએ જમીનના શેઢા મામલે તેના કાકીને મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસે શીખ યુવાનના હત્યારાઓને હજુ સુધી પકડયા નથી ત્યાં તેમની સામે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે

આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

હત્યારો જ્યાં સુધી ન ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે તેમજ સાથે-સાથે આરોપીનો ભાઇ પોલીસમાં હોવાથી તેના પાવરથી હત્યા કર્યાની પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ઓચિંતા માથામાં ખપાળીના ઘા થતાં સવિતાબેન ત્યાં જ ઢળી પડ્યાં હતાં. બનાવને પગલે દેકારો મચી જતાં નજીકથી બીજા લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ થતાં ઇએમટી આરતીબેન અને પાયલોટ દિલીપભાઇ પહોંચ્યાં હતાં. ઇએમટી આરતીબેનની તપાસમાં સવિતાબેનનું મૃત્યુ થયાનું ખૂલતાં તેમણે પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડીસીપી પ્રવીણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધોકાના પ્રહારથી સવિતાબેનને માથામાં હેમરેજ થઇ જતાં ઘટનાસ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. પોલીસે પંચનામું કરી ફરિયાદ નોંધવા તજવીજ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો ;સ્વચ્છતા સર્વેક્ષણ 2021 / સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ત્રંબા ગામ નજીક ઢાંઢણી ગામે રહેતા લીંબાભાઇ મેર અને તેના પત્ની સવિતાબેન મેર નામના 65 વર્ષીય વૃધ્ધા પોતાની વાડીએ વાવેતર કરી રહ્યાં હતા ત્યારે શેઢા પાડોશી અને કુટુંબીક ભત્રીજો નશો કરેલી હાલતમાં રમેશ છગન મેર નામનો શખ્સ ખેતનું ઓજાર ખરપિયો વડે માર મારતા દંપતિ દેકારો કરતા તેની ત્રણ પુત્રી દોડી આવતા તેને પણ મારમાર્યો હતો.