Not Set/ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત

એક વર્ષ સુધી આંદોલન ચાલવા દીધું ન હોત, આમ તો સંસદના બન્ને ગૃહોમાં કાયદાઓ રદ કરતાં ઠરાવો પસાર થયા પછી જ સાચા અર્થમાં કાયદા રદ થશે

India Trending
કૃષિકાયદો રદ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત

એક નહિ પણ ત્રણ કૃષિ કાયદા રદ – રદ – રદ તેમ કહેવાથી રદ થઈ જાય તેવા આ કાયદા નથી. આ કોઈ એપીએમસીની હરાજી નથી કે બોલી બોલાય એટલે કાયદા રદ થઈ જાય. વડાપ્રધાને લીધેલો કૃષિકાયદો રદ કરવાનો નિર્ણય તેને ઘણા લોકો માસ્ટર સ્ટ્રોક ભલે ગણાવે પણ માસ્ટર સ્ટ્રોક નથી. કાયદા સામે વિરોધનો સૂર ઉઠ્યો અને દિલ્હીમાં ખેડૂતો ભેગા થવાની શરૂઆત થઈ અને પ્રથમ વખત ખેડૂત આગેવાનો અને સરકારી પ્રતિનિધિ વચ્ચે વાટાઘાટો થઈ તે વખતે શું ખામી છે ? તે બતાવો તે સુધારા કરી દઈએ બાકી કૃષિકાયદો રદ નહિ થાય તેવું વલણ લેનાર અને ખેડૂતો સાથે આ જ ભાષામાં વાત કરનાર તત્કાલીન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે તે વખતે સરકાર વતી ખાતરી આપી હોત અને ત્યારપછી મળેલા સંસદના સત્રમાં આ કાયદા રદ કરતો બંધારણીય સુધારો પસાર કર્યો હોત તો તે માન રહી જાત.

jio next 5 સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત

આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની પ્રેરણા માનનાર એક નિષ્ણાત કહે છે કે સરદાર સાહેબના સમયમાં જાે આવું થયું હોત તો સરદાર સાહેબ આંદોલન શરૂ થયાના ગણતરીના દિવસોમાં કોઈપણ જાતનો ભય રાખ્યા વગર ખેડૂતોની વચ્ચે ગયા હોત અને તેમની વાત સાંભળી રદ કરવાની જાહેરાત કરી હોત. આનું કારણ એ હોત કે સરદાર સાહેબ ખેડૂત પુત્ર હતા અને અંગ્રેજ સરકાર સામે એક નહિ બે-બે ખેડૂત આંદોલન એટલે કે બારડોલી ખેડૂત સત્યાગ્રહ અને ખેડા ખેડૂત સત્યાગ્રહની આગેવાની લીધી હતી. તેથી તેઓ ખેડૂતોની વાત તરત સમજી ગયા હોત. સરદાર પટેલના નામે રાજકીય મૂડી ઉભી કરનારા સત્તાધીશો હાલ સત્તા પર છે છતાં આટલા લાંબા અને આઝાદી પછીના આંદોલનોમાં વિક્રમસર્જક કહી શકાય તેટલા દિવસ સુધી આ આંદોલન ચાલ્યું અને દિલ્હીમાં હિંસા થઈ. ૭૦૦ જેટલા ખેડૂતોના મૃત્યુ નિપજ્યા બાદ સરકારે કાયદા પાછા લેવાની જાહેરાત માત્ર રાષ્ટ્રજાેગા સંબોધનમાં કરી છે.

કૃષિકાયદો રદ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત, mantavya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએે ખેડૂતોની વચ્ચે જઈને આ જાહેરાત કરી હોત તો તેમની લોકપ્રિયતામાં વધારો થાત. આ કાયદો પાછા ખેંચવાની કારણ યુપી, ઉતરાખંડ ગુમાવવું ન પડે અને પંજાબ કબ્જે કરવાનો વ્યૂહ સફળ થાય તે સિવાય બીજાે કોઈ હોય તેવું મોટાભાગના લોકોને લાગતું નથી. જે રીતે ૧૧ રાજ્યોની પેટાચૂંટણીમાં હાર થઈ ત્યારબાદ ૩જી નવેમ્બરે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સરકારે જાહેરાત કરી કે કરવી પડી અને તેનો અમલ કરવાની રાજ્ય સરકારોને પણ ફરજ પડી તે જ રીતે કૃષિકાયદો રદ કરવાની જાહેરાત માત્ર પોતાની ખુરશી બચાવવા માટે કરી છે. તેવો આક્ષેપ વિરોધ પક્ષો કરે તો તે સમય ખોટો તો નથી જ.

કૃષિકાયદો રદ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત, mantavya
જાે કે કૃષિ કાયદાને સંસદના બન્ને ગૃહોએ પસાર કર્યા છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ગણતરીના દિવસોમાં સહી કરી બહાલી આપી દીધી છે. કદાચ સુપ્રિમ કોર્ટે જાે કાયદાના અમલ સામે મનાઈહુકમ ન આપ્યો હોત તો કદાચ તેનો અમલ પણ શરૂ કરી દેવાયો હોત. જાે કે ઘણા રાજ્યોએ તો પહેલેથી જ પોતપોતાની વિધાનસભાઓમાં ઠરાવ કરીને કૃષિ કાયદા ફગાવી દીધા છે. હવે વડાપ્રધાને પોતાના પ્રવચનમાં કહ્યું છે કે હવે બંધારણીય પ્રક્રિયા પૂરી કરાશે.

કૃષિકાયદો રદ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત mantavya
આ બંધારણીય પ્રક્રિયા શું છે ? આ એ છે કે આ ત્રણેય કાયદાને રદ કરતાં ઠરાવ સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવવો પડશે. લોકસભા અને રાજ્યસભાએ બન્ને ગૃહોમાં આ ઠરાવ પસાર થયા બાદ નિયમ પ્રમાણે તે રાષ્ટ્રપતિને મોકલાશે અને ત્યારબાદ તે પસાર થયેલો જાહેર થશે. આ એક વાસ્તવિકતા છે. પછી જ કૃષિ કાયદા સત્તાવાર રીતે રદ થશે.

કૃષિકાયદો રદ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત
હવે સરકારે મોડે મોડે પણ આ નિર્ણય જાહેર કર્યો તે સારી વાત છે પણ ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે એવી જાહેરાત કરી છે કે સંસદમાં કૃષિકાયદા રદ કરવાનો ઠરાવ પસાર ન થાય ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવાનો પ્રશ્ન જ નથી. આ ખેડૂત નેતાનું વલણ સાચું છે. બંધારણીય કાયદો બળજબરીથી કે બહુમતીના જાેરે પસાર કરવાનાર સરકારની છે. આ અંગે વિપક્ષ કે આંદોલનકારીઓને તો સરકારને ફરજ પાડવાની ભૂમિકા ભજવવાની છે કે કૃષિકાયદા સત્વરે રદ થાય.

કૃષિકાયદો રદ સરદાર સાહેબ હોત તો કાયદા ટૂંકાગાળામાં રદ કર્યા હોત
કૃષિકાયદા જાે મોડામાં મોડા ડિસેમ્બર-૨૦ સુધીમાં રદ કર્યા હોત તો લોકોને જે હાડમારી પડી તે ન પડી હોત. પરંતુ તે વખતે તો કેટલાક લોકો તો ઠીક પણ વડાપ્રધાને પોતે ખેડૂત નેતાઓને આંદોલનજીવી કહ્યાં હતાં. જે ધમાલવાળું ટુંકુ ચોમાસું સત્ર પુર્ણ થયું તેમાં પણ સરકારે વિપક્ષની સભ્યોની ધમાલનું કારણ આપી ગૃહ વારંવાર મોકૂફ રાખવા દીધું તેના બદલે કૃષિ કાયદા સામે આંદોલન અંગે ચર્ચા કરવાની તક આપી હોત તો ? પરંતુ એવું થયું નથી. કેન્દ્રના પ્રધાનો અને સત્તાધારી પક્ષના નેતાઓ કૃષિ કાયદાની ખામી બતાવો તો તે ખામી દૂર કરીએ બાકી કાયદો તો કોઈ સંજાેગોમાં રદ નહિ થાય તેવી જીદને વળગી રહ્યા તેનું પરિણામ એ આવ્યું કે આંદોલન ઉગ્ર બનતું ગયું. બીજી વાત એ પણ છે કે વડાપ્રધાને કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી ખેડૂતો અને પ્રજાની માફી પણ માગી પરંતુ આંદોલન વખતે સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા અને તેના ભક્તોએ આંદોલનકારી સૌને ખલિસ્તાની ચળવળ સાથે જાેડ્યા. રાષ્ટ્રવિરોધી કહ્યાં. હરિયાણા જેવા ભાજપશાસિત રાજ્યોમાં સરકારના કહેવાથી કેટલાક પ્રધાનો અને અધિકારીઓએ ખેડૂતોના માથા ભાંગી નાખ્યા તેવી ભાષા વાપરી. ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અને વિરોધ કરી રહેલ ખેડૂતોને સરકારી કાફલાની વાત હેઠળ કચડી માર્યા. આ અંગે પ્રધાન પુત્રને માંડમાંડ પકડ્યો પણ જેના કાફલાની વાત હેઠળ કચડી નાખવામાં આવેલા તે પ્રધાન હજી પ્રધાનમંડળમાં છે જ. તેમને ઉની આંચ આવી નથી. આ પણ એક હકિકત છે. ૭૦૦ ખેડૂતોના મોતથી તેના પરિવારો નોધારા થઈ ગયા તેનું શું ? કેન્દ્ર આ પરિવરોને વળતર આપશે ખરી ? કોઈપણ આંદોલન લાંબું ચાલે તે કોઈપણ સરકારના હિતમાં નથી. આ વાત સમજી લેવા જેવી છે અને સમજવી પડશે.
ટૂંકમાં આ ખેડૂત આંદોલનમાંથી સરકાર બોધપાઠ લે તે તેના જ હિતમાં છે .

National / લોકસભા સાંસદ વરુણ ગાંધી છોડશે ભાજપનો સાથ ? આ પાર્ટીમાં જોડાઈ શકે છે ?

મહાઆફત / ઓસ્ટ્રિયામાં કોરોનાની ચોથી લહેર, 10 દિવસનું જાહેર કરાયું લોકડાઉન

વોકલ ફોર લોકલ / નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ, આદિવાસ મહિલાઓની મહેનત લાવી રંગ