Not Set/ વારાણસી : અધધધ….. છ અબજથી વધુ લાઇટ બિલ….  એ પણ એક જ મહિનાનું ….!!

સામાન્ય રીતે લાઇટ બિલમાં આ આંકડો જોઈને જ આંખે ચક્કર આવે તેવો છે. બીજો વિચાર આવે કે કોઈ બહુ મોટી ઈન્ડસ્ટ્રી હશે… ના.. આ લાઇટ બિલ છે વારાણસી ની એક શાળાનું…. જી હા..! એક શાળાની એક માહિનાનું લાઇટ બિલ 6 અબજથી વધુ છે. શાળાનું એક માહિનાનું 6,18,5150,163 રૂપિયાનું વીજળી બિલ (છ અબજ અઢાર એકાવન લાખ […]

Top Stories
mantavya વારાણસી : અધધધ..... છ અબજથી વધુ લાઇટ બિલ….  એ પણ એક જ મહિનાનું ....!!

સામાન્ય રીતે લાઇટ બિલમાં આ આંકડો જોઈને જ આંખે ચક્કર આવે તેવો છે. બીજો વિચાર આવે કે કોઈ બહુ મોટી ઈન્ડસ્ટ્રી હશે… ના.. આ લાઇટ બિલ છે વારાણસી ની એક શાળાનું…. જી હા..! એક શાળાની એક માહિનાનું લાઇટ બિલ 6 અબજથી વધુ છે.

શાળાનું એક માહિનાનું 6,18,5150,163 રૂપિયાનું વીજળી બિલ (છ અબજ અઢાર એકાવન લાખ પચાસ હજાર એક સો તેસઠ રૂપિયા). તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે. વીજળી વિભાગે એક સ્કૂલને બિલ મોકલ્યું છે,  અને તે બિલ માં આરકેએમ 6 અબજ કરતાં પણ વધુ છે.

બિલ ન ભરતા 7 સપ્ટેમ્બરે વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. તેવો ઉલ્લેખ પણ તેમાં જોવા મળે છે.  હવે ઉપભોક્તા બિલ લઇને વીજ વિભાગના ચકકારો કાપી રહયો છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

શહેરના વિનયકાની ઓ ગ્રેવ પબ્લિક સ્કૂલ ને વીજ વિભાગ તરફથી આ વીજ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું છે. જ્યારે આ બિલ હાથમાં આવ્યું તો સૌથી પહેલા તો રકમ જોતાં જ શાળાના સંચાલક ચોંકી  ઉઠ્યા હતા.  જ્યારે મેનેજર બિલ લઇને ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યાં, તો  ત્યાં પહેલા તો કોઈ જવાબ આપવા માટે તૈયાર જ નોહતું, પરંતુ પછી વાત સિનિયર અધિકારી સુંધી  પોહચતા, પાછલ્થી ખબર પડી કે આ બિલ સોફ્ટવેરની ગડબડી ને કારણે આ ભૂલ થઈ છે.

જે હોય તે, પરંતુ હવે શાળા મેનેજર આ રકમ સુધારવા માટે  વીજ વિભાગના ચક્કર કાપી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.