Not Set/ ટ્રાફિક નિયમોનો ભંગ અને ભારે વસૂલાતા દંડ પર ગડકરીએ આપી પ્રતિક્રિયા, નિયમોનું પાલન જરૂરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ સરકારનાં ભારે દંડની જોગવાઈ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ દંડની માત્રામાં વધારો કરવાનો નથી, પરંતુ તે સમય આવવો જોઇએ જ્યા તમામ લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે અને કોઈને દંડનો સામનો કરવો ન પડે. જણાવી દઇએ કે સરકારે નવા […]

Top Stories India
GADKARI ટ્રાફિક નિયમોનો ભંગ અને ભારે વસૂલાતા દંડ પર ગડકરીએ આપી પ્રતિક્રિયા, નિયમોનું પાલન જરૂરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ સરકારનાં ભારે દંડની જોગવાઈ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ દંડની માત્રામાં વધારો કરવાનો નથી, પરંતુ તે સમય આવવો જોઇએ જ્યા તમામ લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે અને કોઈને દંડનો સામનો કરવો ન પડે. જણાવી દઇએ કે સરકારે નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડની માત્રામાં વધારો કર્યો છે. હવે ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને ભારે દંડ ભરવો પડશે. દંડની રકમ વધારવાનો વિરોધ પણ ઘણો થઇ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી કહ્યું, ‘દેશમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે અને આ અકસ્માતોને કારણે દોઢ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેમાંથી, 65 ટકા મૃત્યુ 18 થી 35 વર્ષની વયનાં લોકોની થાય છે. શું તેનો જીવ બચાવવો જોઈએ નહીં? લોકોને કાયદા પ્રત્યે આદર અને ભય હોવો જોઈએ. સરકાર દંડની રકમ વધારવા માંગતી નથી. એવો સમય આવવો જોઈએ જ્યાં દંડ ભરવાની કોઈને જરૂરી જ ન પડે અને બધા કાયદાનું પાલન કરે.

નવા મોટર વાહન અધિનિયમ હેઠળ દંડની માત્રામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સીટ બેલ્ટ વિના વાહન ચલાવવાની પેનલ્ટી 1000 રૂપિયા છે, અગાઉ તે 100 રૂપિયા હતી. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનમાં વાત કરવાનો દંડ 1000 થી 5000 ની વચ્ચે હોઈ શકે છે, અગાઉ આ દંડ 1000 રૂપિયા હતો. દંડમાં મહત્તમ વધારો દારૂ પીને ડ્રાઇવિંગ કરવા પર લગાવવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, દારૂના નશામાં વાહન ચલાવવા બદલ દંડ 2000 થી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે હાઇ સ્પીડમાં વાહન ચલાવવાનો દંડ 1000 થી 2000 રૂપિયા થઈ શકે છે. કિશોરનાં હાથે માર્ગ અકસ્માતની સ્થિતિમાં કારનાં માલિક અથવા વાલીને દોષી ઠેરવવામાં આવશે. આ સ્થિતિમાં 25,000 રૂપિયા દંડ સાથે ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. તેમજ વાહન નોંધણી પણ રદ્દ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.