Not Set/ મિમોહે પીડીતાને નશાયુક્ત ડ્રગ્સ આપ્યું હતું, બોમ્બે હાઇકોર્ટે જામીન આપવા કર્યો ઇનકાર 

મુંબઇ  તાજેતરમાં, દિલ્હીની અદાલતે બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાઅક્ષય ઉર્ફે મિમોહ અને તેમની પત્ની યોગીતા બાલી સામે રેપ, છેતરપિંડી અને સંમતિ વિના ગર્ભપાતનો કેસ રજીસ્ટ્રેશન કરવાનો આદેશ આપ્યો હતો. હવે પીડિતાના વકીલ દાવો કરે છે કે બનાવના સમયે તેમની ક્લાયન્ટના ડ્રિંકમાં ડ્રગ્સ મેળવામાં આવ્યું હતું. એક ન્યુઝ સાથે વાત કરતા વકિલ રવિ સોનીએ કહ્યું હતું કે, “બંને […]

World Entertainment
mahiu 2 મિમોહે પીડીતાને નશાયુક્ત ડ્રગ્સ આપ્યું હતું, બોમ્બે હાઇકોર્ટે જામીન આપવા કર્યો ઇનકાર 

મુંબઇ 

તાજેતરમાં, દિલ્હીની અદાલતે બોલિવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર, મહાઅક્ષય ઉર્ફે મિમોહ અને તેમની પત્ની યોગીતા બાલી સામે રેપ, છેતરપિંડી અને સંમતિ વિના ગર્ભપાતનો કેસ રજીસ્ટ્રેશન કરવાનો આદેશ આપ્યો હતો. હવે પીડિતાના વકીલ દાવો કરે છે કે બનાવના સમયે તેમની ક્લાયન્ટના ડ્રિંકમાં ડ્રગ્સ મેળવામાં આવ્યું હતું.

એક ન્યુઝ સાથે વાત કરતા વકિલ રવિ સોનીએ કહ્યું હતું કે, “બંને (મહાઅક્ષય અને પીડિતા) એકબીજાને 4 વર્ષ સુધી જાણતા હતા. મિમોહએ તેના સાથે યૌન શોષણ કરી  છેતરપિંડી કરી હતી.મિમોહે પીડિતાની ડ્રિંકમાં નશાવળી દવા મિશ્રણ કરીને બળાત્કાર કર્યો છે. ત્યારબાદ મિમોહે લગ્નનું વચન આપ્યું અને આ દર વખતે તે લગ્નનું બહાનું બતાવીને વાતને ટાળતા હટતા. અંતે,તેઓએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો.

આ અઠવાડિયે મિમોહના બીજી એક છોકરી સાથે લગ્ન અંગે પૂછવામાં આવતા સોનીએ કહ્યું હતું કે, ભોગ બનનાર હજુ પણ મિમોહ સાથે લગ્ન કરવા માગે છે, પરંતુ ચક્રવર્તી પરિવાર તેમને સ્વીકારવા માંગતો નથી.તે શક્ય છે કે એક કે બે દિવસમાં, મિમોહની ધરપકડ કરી શકાય છે. મને એ પણ જાણવા મળ્યું છે કે અગાઉની જામીન માટેની અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેને નકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઇકોર્ટે પણ મિમોહની ધરપકડ રોકવા માટેની અરજી ફગાવીને તેમને જામીન આપવાની પણ મનાઇ કરી છે.મિમોહના 7 જુલાઇએ ભોજપુરી એક્ટ્રેસ મદાલસા શર્મા સાથે લગ્ન છે.

આપને જણાવી દઈએ કે  2 જુલાઈ, દિલ્હીની રોહિણી અદાલતે મિમોહ અને યોગીતા બાલી સામે કેસ કરવાનો આદેશ આપ્યો હતો. આરોપ લગાવનાર પીડિતા પણ અભિનેત્રી છે અને હિન્દી-ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ 2015 થી મિમોહ સાથે સંબંધ ધરાવતા હતા. તેઓ દાવો કરે છે કે મિમોહએ લગ્નનું વચન આપતા તેમના સાથે શારીરિક સબંધ  બાંધ્યા હતા. આ પછી જ કોર્ટે  પતાવટનો કેસ દાખલ કરવા આદેશ આપ્યો હતો.  નોંધપાત્ર રીતે, 2008 માં બોલીવુડમાં ‘જીમી’ ફિલ્મ સાથે મિમોહની શરૂઆત થઈ હતી. આ પછી તેણે એક્શન ફિલ્મ ‘ધ મર્ડર’ માં પણ કામ કર્યું છે, જેને રિલીઝ કરવાની રાહ જોવામાં આવી રહી છે