Not Set/ ફ્રાંસ : મોંઘવારીને લઇ કરાઈ રહેલા વિરોધ પ્રદર્શને ધારણ કર્યું હિંસક સ્વરૂપ, ૧૧૦ લોકો થયા ઘાયલ

પેરિસ, ફ્રાંસમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો, મોંઘવારી અને ટેક્સમાં થયેલી વૃદ્ધિના કારણે કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. આ દરમિયાન થયેલી હિંસામાં ૧૧૦ લોકો ઘાયલ થયા છે, જેમાં ૨૦ પોલીસકર્મીઓ પણ શામેલ છે. ફ્રાંસના ગૃહમંત્રી ક્રિસ્ટોફે કેસ્ટનરે જણાવ્યું હતું કે, “દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલો વધારો તેમજ ટેક્સને લઈ છેલ્લા ત્રણ […]

Top Stories World Trending
EWvEnU1O ફ્રાંસ : મોંઘવારીને લઇ કરાઈ રહેલા વિરોધ પ્રદર્શને ધારણ કર્યું હિંસક સ્વરૂપ, ૧૧૦ લોકો થયા ઘાયલ

પેરિસ,

ફ્રાંસમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો, મોંઘવારી અને ટેક્સમાં થયેલી વૃદ્ધિના કારણે કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. આ દરમિયાન થયેલી હિંસામાં ૧૧૦ લોકો ઘાયલ થયા છે, જેમાં ૨૦ પોલીસકર્મીઓ પણ શામેલ છે.

ફ્રાંસ : મોંઘવારીને લઇ કરાઈ રહેલા વિરોધ પ્રદર્શને ધારણ કર્યું હિંસક સ્વરૂપ, ૧૧૦ લોકો થયા ઘાયલ
world-france-inflation-oil-prices-110-injured-in-demonstrations

ફ્રાંસના ગૃહમંત્રી ક્રિસ્ટોફે કેસ્ટનરે જણાવ્યું હતું કે, “દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલો વધારો તેમજ ટેક્સને લઈ છેલ્લા ત્રણ સપ્તાહથી કરવામાં આવી રહેલા રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનમાં ૧૧૦ લોકો ઘાયલ થયા છે”.

DtZ 9OXWwAEHARl ફ્રાંસ : મોંઘવારીને લઇ કરાઈ રહેલા વિરોધ પ્રદર્શને ધારણ કર્યું હિંસક સ્વરૂપ, ૧૧૦ લોકો થયા ઘાયલ
world-france-inflation-oil-prices-110-injured-in-demonstrations

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “પીળા કલરના જેકેટ પહેરી કરવામાં આવી રહેલા આ પ્રદર્શનમાં થયેલી ઝડપ દરમિયાન એક પ્રદર્શનકારી ગંભીરરૂપથી ઘાયલ થયો છે અને તેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે”.

ફ્રાંસ : મોંઘવારીને લઇ કરાઈ રહેલા વિરોધ પ્રદર્શને ધારણ કર્યું હિંસક સ્વરૂપ, ૧૧૦ લોકો થયા ઘાયલ
world-france-inflation-oil-prices-110-injured-in-demonstrations

બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ સરકારની નાણાકીય અને આર્થિક નીતિઓની આલોચના શરુ થઇ ગઈ છે. અમીરોને લાભ પહોચાડનારી અને ગરીબ કક્ષાના લોકોની ખરીદવાની ક્ષમતા ઘટાડનારી આ નીતિઓનો સખ્ત વિરોધ કરાઈ રહ્યો છે