Not Set/ વડોદરા/ યુનાઈટેડ વે ગરબા આયોજક સામે GST વિભાગ દ્વારા તવાઈ

નવરાત્રિ પૂરી થઈ નથી કે જીએસટી વિભાગે નવરાત્રિના આયોજકો પર જીએસટી મુદ્દે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વડોદરાના યુનાઈટેડ વે ગરબા આયોજકના ત્યાં છેલ્લા ત્રણ દિવસથી તપાસ ચાલી રહી છે. યુનાઈટેડ વે અને રાજવી પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરિટેજ ગરબા સંચાલકોને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં પેલેસ હેરિટેજ દ્વારા ઓનલાઈન પેમેન્ટ અંગેની […]

Gujarat Vadodara
garaba વડોદરા/ યુનાઈટેડ વે ગરબા આયોજક સામે GST વિભાગ દ્વારા તવાઈ

નવરાત્રિ પૂરી થઈ નથી કે જીએસટી વિભાગે નવરાત્રિના આયોજકો પર જીએસટી મુદ્દે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વડોદરાના યુનાઈટેડ વે ગરબા આયોજકના ત્યાં છેલ્લા ત્રણ દિવસથી તપાસ ચાલી રહી છે.

યુનાઈટેડ વે અને રાજવી પરિવાર દ્વારા આયોજિત પેલેસ હેરિટેજ ગરબા સંચાલકોને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. જેમાં પેલેસ હેરિટેજ દ્વારા ઓનલાઈન પેમેન્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી. જ્યારે યુનાઈટેડ વે દ્વારા ડોનેશન સામે  પાસ ઇસ્યુ કરવા બાબતે ખુલાસો થયો હતો.

જીએસટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ ઓનલાઈન પેમેન્ટ અને ડોનેશન ની વિગતો મંગાવવા માં આવી હતી. આ તપાસમાં 2 કરોડની જીએસટી ચોરી કર્યોનો ખુલાસો કરવામાં આવ્યો છે. યુનાઈટેડ વે ગરબા આયોજકો દ્વારા જીએસટી ન ભર્યો હોવાનુ બહાર આવ્યું છે.  યુનાઇટેડ વેની ઓફીસમાં ચાલતી તપાસમાં 2 કરોડની જીએસટી ચોરી કર્યાનું બહાર આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.