Israel Gaza conflict/ લંડનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં નીકળેલી રેલી હિંસક બની, ચાર પોલીસકર્મી ઘાયલ

પોલીસે શાંતિ ડહોળવાના પ્રયાસ કરી રહેલા 29 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી

Top Stories World
UK Pro Palestine Protest લંડનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં નીકળેલી રેલી હિંસક બની, ચાર પોલીસકર્મી ઘાયલ

લંડનઃ બ્રિટનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રસ્તા પર ઉતર્યા હતા. વિરોધ દરમિયાન ચાર પોલીસ અધિકારી ઘાયલ થયાં છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસે હિંસા અને કાયદો તોડવાના આરોપમાં 29 પ્રદર્શનકારીની ધરપકડ કરી છે.

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે. શનિવારે લંડનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં એકજૂટતા દર્શાવવા રેલી નીકળી હતી. ટ્રાફ્લર સ્કાયર સ્થિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. રેલીને પગલે ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર વાહનવ્યવાહ ઠપ થયો હતો. દેખાવકારોએ લંડન અને સ્કોટલેન્ડના રેલ્વે સ્ટેશન પર ધરણા પર બેસી ગયા હતા.

આ રેલીમાં 30 હજારથી વધારે લોકો જોડાય હતા. પોલીસે આ રેલી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક દેખાવકારોએ પોલીસ પર ફટાકડા ફોડ્યા હતા જેના કારણે ચાર પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ મામલે પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે તેમની રેલીને અટકાવવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

બીજી તરફ પોલીસે આ આરોપ પર ખુલાસો આપતા કહ્યું કે કેટલાક પ્રદર્શનકારીઓ હેટક્રાઇમ ફેલાવી રહ્યાં હતા. કેટલાક પ્રદર્શનકારીઓ શાંતિ ડહોળવાનો પ્રયાસ, જાતિવાદી નફરત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલું નહીં જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યાં હતા.

આ વિરોધ પ્રદર્શન એવા સમયે થયો છે જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને ચરમપંથીની હરકત સામે આકરી કાર્યવાહી કરવા આહ્વાન કર્યું હતું. બ્રિટિશ સરકાર પેલેસ્ટાઇનમાં સમર્થનમાં પ્રદર્શન સમયે હેટ ક્રાઇમનો પણ સામનો કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.