Ravidas jayanti 2022/ રવિદાસ જયંતિ નિમિતે PM મોદી પહોંચ્યા કરોલ બાગના રવિદાસ મંદિર, કીર્તનમાં વગાડ્યા મંજીરા

પીએમ મોદીએ મહિલાઓ સાથે કીર્તન પણ કર્યું અને મંદિરમાં ચાલી રહેલા કીર્તનમાં મંજીરા વગાડ્યા છે. બુધવારે દેશભરમાં સંત રવિદાસની 645મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

Top Stories India
પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંત રવિદાસ જયંતિ નિમિત્તે દિલ્હીના કરોલ બાગ સ્થિત સંત રવિદાસ વિશ્રામ ધામમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી એ મહિલાઓ સાથે કીર્તન પણ કર્યું અને મંદિરમાં ચાલી રહેલા કીર્તનમાં મંજીરા વગાડ્યા છે. બુધવારે દેશભરમાં સંત રવિદાસની 645મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગ્રીષ્માના હત્યારા ફેનિલ અને તેના મિત્રનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે, જાણો કેમ કરી હત્યા

આ પહેલા મંગળવારે રવિદાસ જયંતિના અવસર પર તેમની કેટલીક જૂની યાદોને શેર કરતી વખતે પીએમ મોદી એ ટ્વીટ કર્યું હતું કે, આવતીકાલે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતિ છે. સમાજમાંથી જાતિ અને અસ્પૃશ્યતા જેવી દુષ્ટ પ્રથાઓને દૂર કરવા માટે તેમણે જે રીતે પોતાનું જીવન સમર્પિત કર્યું તે આજે પણ આપણા બધા માટે પ્રેરણારૂપ છે.

પીએમ મોદી એ  આગળ લખ્યું, ‘આ અવસર પર મને સંત રવિદાસજીના પવિત્ર સ્થાન વિશે કેટલીક વાતો યાદ આવી રહી છે. વર્ષ 2016 અને 2019 માં, મને અહીં નમન કરવાનો અને લંગર ખાવાનો લહાવો મળ્યો. એક સાંસદ હોવાના નાતે મેં નક્કી કર્યું હતું કે આ તીર્થસ્થળના વિકાસના કામમાં કોઈ કમી આવવા દેવામાં નહીં આવે.

અન્ય એક ટ્વીટમાં પીએમએ એક ન્યૂઝ ચેનલનો વીડિયો શેર કર્યો અને લખ્યું, મને શેર કરતાં ગર્વની લાગણી થાય છે કે અમે અમારી સરકારના દરેક પગલા અને દરેક યોજનામાં પૂજ્ય શ્રી ગુરુ રવિદાસજીની ભાવનાને આત્મસાત કરી છે. એટલું જ નહીં કાશીમાં તેમની યાદમાં નિર્માણ કાર્ય પૂર્ણ ભવ્યતા અને દિવ્યતા સાથે ચાલી રહ્યું છે.

સંત રવિદાસ 15મીથી 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા હતા અને તેમના ભજન ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને 21મી સદીના રવિદાસીય ધર્મના સ્થાપક માનવામાં આવે છે. રવિદાસ જયંતી માઘ પૂર્ણિમાના રોજ ઊજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર અનુસાર માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે.

આ પણ વાંચો :મન સ્વસ્થ થાય ત્યારે જ વિકાસની ગંગા, રવિદાસ જયંતિ પર BSP સુપ્રીમો માયાવતી બોલ્યા

આ પણ વાંચો :NSA અજીત ડોભાલના ઘરમાં કાર લઇને ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચો :કિશોર કુમાર સાથે બપ્પી લહેરીનો હતો આ સંબંધ! ખરાબ સમયમાં સાથ આપ્યો હતો

આ પણ વાંચો :રશિયન હુમલાનાં ડર વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિએ પત્ની સાથે આપ્યો પ્રેમ સંદેશ, જુઓ વીડિયો