ના હોય!/ આ જગ્યાઓ પર રહેવા માટે સરકાર આપી રહી છે 70 લાખ રૂપિયા, શરતો લાગુ

વ્યક્તિ આખી જીંદગી સખત મહેનત કરે છે, થોડા પૈસા કમાય છે અને તેના સપનાનું ઘર બનાવે છે જેથી તેના પરિવારને સુરક્ષિત સ્થાન મળી શકે. પરંતુ હવે આ અંગે ટેન્શન લેવાની જરૂર નથી.

Trending
Untitled 109 2 આ જગ્યાઓ પર રહેવા માટે સરકાર આપી રહી છે 70 લાખ રૂપિયા, શરતો લાગુ

વ્યક્તિ આખી જીંદગી સખત મહેનત કરે છે, થોડા પૈસા કમાય છે અને તેના સપનાનું ઘર બનાવે છે જેથી તેના પરિવારને સુરક્ષિત સ્થાન મળી શકે. પરંતુ હવે આ અંગે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે સરકાર પોતે જ આ બધી વ્યવસ્થા કરી રહી છે. જી હા, અહીંની સરકાર માત્ર લોકોને રહેવાની વ્યવસ્થા જ નથી કરી રહી, સાથે રહેવા માટે પણ માતબર રકમ આપી રહી છે અને તે પણ એક-બે હજાર રૂપિયા નહીં, પરંતુ સરકાર પોતાની તરફથી 70 લાખ રૂપિયા આપી રહી છે. આવો  જાણીએ શું છે સમગ્ર મામલો-

આયર્લેન્ડની સરકાર 70 લાખ રૂપિયા આપી રહી છે

હકીકતમાં, મેટ્રો યુકેમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, આયર્લેન્ડની સરકાર લોકોને દૂરના ટાપુમાં સ્થાયી થવા માટે 70 લાખ રૂપિયા આપી રહી છે. અહીંની સરકારે આયર્લેન્ડ પર લોકોને સ્થાયી કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ અવર Our living Island પોલિસી છે. સરકારે આવા 23 ટાપુઓ પસંદ કર્યા છે જ્યાં લોકોને સ્થાયી થવાના છે. આમાંના મોટાભાગના આઇસલેન્ડિક વસ્તીથી દૂર પર્વતો, નદીઓ અને જંગલોમાં સ્થિત છે. જે પણ અહીં સ્થાયી થાય છે, સરકાર તેમને મકાન, જમીન, પાક ઉગાડવા અથવા કોઈપણ વ્યવસાય કરવા માટે લાખો રૂપિયા આપશે.

સરકાર આવું કેમ કરી રહી છે

હવે તમે વિચારતા હશો કે સરકાર આવું કેમ કરી રહી છે. તો આપને જણાવી દઈએ કે પહેલા લોકો આ ટાપુઓ પર રહેતા હતા, પરંતુ હવે અહીંની આખી વસ્તી શહેર તરફ વળી ગઈ છે. આ ટાપુઓ પર રસ્તા,  મકાનો છે પણ તમામ જર્જરિત હાલતમાં છે. હવે સરકાર ઇચ્છે છે કે યુવાનો ફરી અહીં આવે, વસે અને અહીં વસ્તી વધે. પરંતુ આ પૈસા લેવા અને અહીં સ્થાયી થવા માટે સરકારની કેટલીક શરતો છે. તો ચાલો હવે તે શરતો પણ જાણીએ.

આ શરતો છે

  1. તમારે આયર્લેન્ડમાં 1993 પહેલા મિલકત ખરીદવી પડશે.
  2. તમે પૈસાનો ઉપયોગ ફક્ત ઘરના બાંધકામ અથવા નવીનીકરણ માટે કરશો.
  3. વિદેશથી આવેલા લોકોને અહીં સ્થાયી થવાની મંજૂરી નથી.
  4. દરેક ટાપુ પર તેમના કેટલાક નિયમો છે જેનું પાલન વસાહતીઓએ કરવું પડશે.

આ પણ વાંચોઃ સાવધાન ગુજરાત/ બિપરજોય 150ની ઝડપે લાવી રહ્યું છે ‘વિનાશ’, IMD એ આપી ચેતવણી

આ પણ વાંચોઃ બિપોરજોય/ બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા ભાજપનું સંગઠન તૈયાર: પાટિલ મેદાનમાં

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ 75000 લોકોનું રેસ્ક્યુ, અમિત શાહે બોલાવી બેઠક… બિપરજોય વિશે અત્યાર સુધીની 10 મોટી વાતો