Gujarat Youth-Kidnapping/ આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, ગુજરાતની જૂનાગઢ પોલીસે પરત અપાવ્યો દીકરો

ગુજરાતી યુવકને ગુજરાત પોલીસે અપહરણકારોના ચુંગલમાંથી છોડાવ્યો છે. જૂનાગઢ માંગરોળના યુવાનને આફ્રિકામાંથી ભરત લાવવામાં જુનાગઢ પોલીસે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

Top Stories Gujarat
Gujarat youth Kidnapping આફ્રિકામાં ગુજરાતી યુવકનું અપહરણ, ગુજરાતની જૂનાગઢ પોલીસે પરત અપાવ્યો દીકરો

જૂનાગઢઃ કહેવત છે કે લોભિયા હોય ત્યાં Gujarati Kidnapping ધુતારા ભૂખે ન મરે. આ કહેવત આજે પણ તેટલી જ પ્રસ્તુત છે. આવામાં વધુ એક ગુજરાતી યુવકને ગુજરાત પોલીસે અપહરણકારોના ચુંગલમાંથી છોડાવ્યો છે. જૂનાગઢ માંગરોળના યુવાનને આફ્રિકામાંથી ભરત લાવવામાં જુનાગઢ પોલીસે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

જુનાગઢના માંગરોળનો ફરહાન પરમાર નામનો યુવાન આફ્રિકામાં રોજગારી માટે ગયો હતો. 6 જૂન 2023એ ફરહાન પોતાના પરિવારને દેશમાં આવી રહ્યો છે તેવા ખુશીના સમાચાર આપ્યા હતા. ત્યાર Gujarati Kidnapping બાદ અચાનક જ તેના પરિવારને 80 લાખની માંગણી કરતો હોવાનો આફ્રિકામાંથી ફોન આવ્યો હતો. તેમજ તેના પરિવારને ધમકી પણ આપવામાં આવી હતી. ફરહાનને હેમખેમ ઈચ્છતા હોય તો 80 લાખ આપવાની ફોનમાં ધમકી અપાઈ હતી. સમગ્ર મામલે પોલીસે વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહી જૂનાગઢ પોલીસે મહત્વની કામગીરી બજાવી હતી. આખરે ફરહાનનો છૂટકારો થયો હતો.

માંગરોળનો રહેવાસી ફરહાન પરમાર સાડા ચાર વર્ષથી Gujarati Kidnappingઆફ્રિકામાં રહીને નોકરી કરતો હતો. તે કોંગો સિટીમાં કામકાજ કરતો હતો. સાડા ચાર વર્ષથી તેને કોઈ તકલીફ પડી ન હતી. તે આ જુન મહિનામાં પોતાના ઘરે પરત ફરવાનો હતો, આ માટે તેણે પરિવારને પણ જાણ કરી હતી તે પરત આવે છે. આ વચ્ચે જ અચાનક ફરહાનના પિતા મુનાફ પરમાર પર એક ફોન આવ્યો હતો. ફોન પર મુનાફભાઈને ધમકી અપાઈ કે, તેમનો પુત્ર ફરહાન તેમના કબજામાં છે, અને 80 લાખ રૂપિયા આપાવામાં આવે તો જ ફરહાનને છોડવામા આવશે. આ જાણીને મુનાફભાઈ ગભરાઈ ગયા, અને તેઓએ જુનાગઢ પોલીસની મદદ લીધી હતી. વાત એવી હતી કે, સ્ટોરના હિસાબમાં ઘટ આવતા અંદાજે 80 લાખ રૂપિયા જમા Gujarati Kidnapping કરાવવાનું કહ્યું હતું. જે વાત મારા પરિવારને કરતા મારા પિતાએ પોલીસની મદદ માગી હતી.
આ બાદ જુનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાએ વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. માંગરોળ પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, તત્કાલીન એસપી અને રેન્જ આઈજીએ મામલાની ગંભીરતાને જોતા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કર્યું હતું. આખરે ફરહાનને છોડાવવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી હતી. અંતે 11 ઓગસ્ટે ફરહાન હેમખેમ ઘરે પરત આવ્યો હતો.

આ બતાવે છે કે આટલી તકલીફો છતાં અને Gujarati Kidnapping કેનેડા તથા મેક્સિકોના બનાવ છતાં પણ ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ખૂટતો નથી. આ મોહમાં અને લાલચમાં જ હવે ગુજરાતીઓ છેતરાઈ રહ્યાં છે. લાખો ગુમાવ્યા હોય, વિદેશમાં જઈને અટવાયા હોય, અપહરણ કરાયા હોવા તેવા કિસ્સા હવે વધી રહ્યાં છે. આ બતાવે છે કે જો આગામી સમયમાં પણ આવો જ લોભ રાખ્યો તો આ કિસ્સો બન્યો છે તે પહેલા પણ નથી અને છેલ્લો પણ નહી હોય. તેમા પણ ખાસ કરીને આફ્રિકાના દેશોમાં જનારાઓએ તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અમેરિકામાં પણ હત્યાના કેસો બને છે ત્યારે આફ્રિકામાં તો જંગલરાજ જેવી સ્થિતિ છે. નાઇજર તેનું છેલ્લું ઉદાહરણ છે.

 

આ પણ વાંચોઃ DamodarKund-Childdeath/દામોદર કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત, પરિવારમાં છવાયો માતમ

આ પણ વાંચોઃ tiranga yatra/અમદાવાદમાં અમિત શાહની તિરંગા યાત્રા, HMએ ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોને યાદ કર્યા

આ પણ વાંચોઃ સ્વાતંત્ર્ય સેનાની/‘મારી માટી મારો દેશ’ અભિયાનમાં રાજ્યના ૧૩ લાખથી વધુ રાષ્ટ્રભક્તો જોડાયા

આ પણ વાંચોઃ બનાસકાંઠા/રેલવે વિભાગ કંબોઈ ઉબરી રેલ્વે પુલની તપાસ, પણ કેમ એજન્સીનું નામ તેમજ કયા રેલ કર્મચારીઓ સમક્ષ થયું કામ તે મીડિયાથી કેમ ગુપ્ત???

આ પણ વાંચોઃ સાઇબર સંજીવની અભિયાન/સાયબર ક્રાઈમના ગુના અટકાવવા વરાછામાં પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન