મંગળવારે સવારે રાજસ્થાનના જોધપુરમાં વાયુસેનાનું એક વિમાન ક્રેશ થઇ ગયું. વાયુસેનાનું MIG-27 વિમાન જોધપુરથી 20 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. આ અકસ્માત બનાડના દેવલિયા ગામની પાસે ઘટ્યો હતો.
#રાજસ્થાનઃ જોધપુર પાસે એરફોર્સનું ફાઇટર પ્લેન થયુ ક્રેશ
ટેક્નિકલ ખામીના કારણે પ્લેન થયુ ક્રેશ
બનાડના દેવલિયા ગામમ પાસે થયુ ક્રેશ
સમગ્ર ઘટનામાં બન્ને પાઇલોટ સુરક્ષિત#Mantavyanews— Mantavya News (@Mantavyanews) September 4, 2018
સૂત્રોના જણાવ્યા મુજબ પાઇલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ MIG-27 વિમાન રૂટિન પેટ્રોલિંગ માટે નીકળ્યું હતું. અને એ દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવશે.
અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમજ ઘટનાની જાણ થતા જ વાયુસેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળે જવા રવાના થઇ ગયું હતું.
Indian Air Force MiG 27 crashes near Rajasthan's Jodhpur, Pilot safe; More details awaited. pic.twitter.com/bVa9LiTZgv
— ANI (@ANI) September 4, 2018
મળતી માહિતી મુજબ ટેકઓફ કર્યા બાદ 15 મિનિટમાં જ એન્જિનમાં આગ લાગી ગઈ હતી. જેથી પાઇલોટ વિમાનને રહેણાંક વિસ્તારમાંથી ખેતર તરફ લઇ ગયા હતા. વિમાન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હોવાથી કોઈ જાનહાની થઇ નથી.
