Tech News: Grok AI વિવાદ બાદ એલોન મસ્કના માલિકી ધરાવતા X પ્લેટફોર્મે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી સામે કડક પગલું ભર્યું છે. પ્લેટફોર્મ દ્વારા 3,500થી વધુ પોસ્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે, જ્યારે 600 એકાઉન્ટ્સને કાયમી રીતે હટાવી દેવામાં આવ્યા છે.
ઇલેક્ટ્રોનિક્સ (Electronics) અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તરફથી વાંધાજનક કન્ટેન્ટ અંગે પત્ર મળ્યા બાદ લગભગ એક અઠવાડિયામાં આ કાર્યવાહી કરવામાં આવી. X એ સ્પષ્ટ કર્યું છે કે હવે તે તેના પ્લેટફોર્મ પર આવા પ્રકારની સામગ્રીને મંજૂરી આપશે નહીં અને સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો તથા માર્ગદર્શિકાઓ અનુસાર કાર્ય કરશે.
Grok AI વિવાદ
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં એલોન મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલ Grok AI ચેટબોટ છે. આ એક આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ છે, જેને X પ્લેટફોર્મના વપરાશકર્તાઓ ટેક્સ્ટ અથવા વૉઇસ કમાન્ડ દ્વારા ઈમેજ બનાવવામાં ઉપયોગ કરે છે. પરંતુ Grok AI ના એડિટિંગ ફીચર્સનો ખોટો ઉપયોગ કરીને કેટલાક એકાઉન્ટ્સે મહિલાઓ અને સગીરોની તસવીરો પરથી અશ્લીલ ઈમેજ જનરેટ કરી હતી. આ ગંભીર બાબતને સરકારે ગંભીરતાથી લઈ કડક પગલાં લીધા હતા.

Grok AI શું છે?
Grok એ એલોન મસ્કની માલિકીની xAI કંપની દ્વારા વિકસિત કરાયેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ છે. આ ચેટબોટનો ઉપયોગ X (પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતું) પ્લેટફોર્મ પર તેમજ સ્વતંત્ર એપ્લિકેશન રૂપે પણ કરી શકાય છે. વપરાશકર્તાઓ લખિત આદેશો અથવા અવાજ દ્વારા પ્રોમ્પ્ટ આપી અલગ-અલગ કામગીરી કરી શકાય છે.
આ પણ વાંચો: સાવધાન: ગૂગલ પર આ 6 વસ્તુઓ સર્ચ કરવી પડી શકે છે ભારે! પોલીસ સીધી ઘરે આવી શકે છે, થઈ શકે છે જેલની સજા
આ પણ વાંચો: શું મોબાઈલ ફોન વાપરવાથી ખરેખર કેન્સર થાય છે? જાણો ડૉક્ટર શું કહે છે અને રેડિયેશનનું સાચું સત્ય !
