Gujarat News: ગુજરાતમાં ઠંડીમાં (Cold Weather) આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની રહી છે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં વધારો થયો છે. દિવસે તાપમાન વધુ અને રાત્રે ઠંડક વધુ રહી છે.

નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું છે, અમદાવાદ 15.0 ડિગ્રી, ગાંધીનગર 10.8 ડિગ્રી તાપમાન, ડીસા 12.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી તાપમાન, વડોદરા 13.4 ડિગ્રી, સુરત 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ 13.4 ડિગ્રી ,કંડલા 13.5 ડિગ્રી, અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી, દ્વારકા 17.9 ડિગ્રી , ઓખા 19.5 ડિગ્રી, પોરબંદર 13.4 ડિગ્રી , વેરાવળ 18.8 ડિગ્રી, રાજકોટ 14.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.4 ડિગ્રી, મહુવા 15.9 ડિગ્રી , કેશોદ 13.7 ડિગ્રી નોંધાઈ છે.
આ પણ વાંચો:ઠંડીમાં આંશિક ઘટાડો, 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ
આ પણ વાંચો:ઠંડીમાં થયો ઘટાડો, ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં
આ પણ વાંચો:ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા, 3 દિવસની આગાહી
