Ahmedabad/ અમદાવાદમાં જીએમડીસી ખાતે ડોમ ઉતારતા થયો અકસ્માત, મજૂરોને પંહોચી ઇજા

મદાવાદમાં જીએમડીસી ખાતે અકસ્માત થયો. જીએમડીસી ખાતે ડોમ ઉતારતા બની દુર્ઘટના.

Gujarat Top Stories Ahmedabad
Cricket Tutorials YouTube Thumbnail 93 2 અમદાવાદમાં જીએમડીસી ખાતે ડોમ ઉતારતા થયો અકસ્માત, મજૂરોને પંહોચી ઇજા

Ahmedabad News: અમદાવાદમાં જીએમડીસી ખાતે અકસ્માત થયો. જીએમડીસી ખાતે ડોમ ઉતારતા બની દુર્ઘટના. આ દુર્ઘટનામાં મજૂરો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બનવા પામી. આ ઘટના બતાવે છે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજનો થાય છે પરંતુ તેના બાદ કરાતી કામગીરીમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ભવ્ય આયોજનોની કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં રહેલ ડોમ ઉતારવા કોઈ સુરક્ષા રાખ્યા વગર મજૂરો પાસે કામ કરાવવામાં આવે છે.

તાજેતરમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર ડોમ ઉતારવાની ઘટનામાં સાત જેટલા મજૂરો ઘાયલ થયા હતા. જો કે સદનસીબે કોઈપણ મજૂરને ગંભીર ઈજાઓ થઈ નથી. ડોમ ઉતારતી વખતે સાત મજૂરોને સામાન્ય ઇજા પંહોચી હતી. તમામ મજૂરો હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ વગર કામ કરતા હોવાનું અમારી ટીમને જાણવા મળ્યું. આ સંદર્ભે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે શીલજના બજરંગ કોન્ટ્રાકટરેને ડોમ ઉતારવાની કામગીરી સોંપાઈ હતી. હાલમાં બનેલ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. ઘટનાસ્થળે સુપરવાઈઝર કે કોન્ટ્રાકટના માણસો કામગીરીની દેખરેખ માટે હાજર નહોતા. ડોમ ઉતારવા કોઈ જ સુરક્ષાનું ધ્યાન રખાતું નથી. કોઈ મોટી દુર્ઘટના થઇ તો જવાબદાર કોણ? મહત્વનું એ છે કે આ અકસ્માત બાદ પણ સુરક્ષા વગર જ ડોમ ઉતારવાની કામગીરી ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો:કોર્પોરેટ નોકરીનું સત્ય! 26 વર્ષની યુવતીની હત્યા, અંતિમ સંસ્કારમાંથી આખી ઓફિસ ગાયબ

આ પણ વાંચો:વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી