અમદાવાદ/ રિપેરિંગને લઈ શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ, ડાઈવર્ઝન અંગે ટૂંકમાં નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્રિજની પેરાફીટની દીવાલ, રોડ વગેરેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

Ahmedabad Gujarat

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News:નારોલથી વિશાલા ને જોડતો શાસ્ત્રી બ્રિજ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હતો.વાહનો ચાલકો પણ બ્રિજ પરથી જીવનાં જોખમે પસાર થતા હતા.ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન  બને એ માટે સરકાર દ્વારા શાસ્ત્રી બ્રિજના સમારકામની મંજૂરી મહોર લગાવી દેવામા આવી છે.વિશાલાથી નારોલ બ્રિજ પર ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં બ્રિજની પેરાફીટની દીવાલ, રોડ વગેરેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

આ બ્રિજ પરથી રોજના 70 હજારથી 1 લાખ વાહનો પસાર થાય છે.અંદાજિત છ મહિના ની અંદર બ્રીજનું મરામત ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવી શક્યતા ઓ છે.

સમારકામ માટે ટૂંક સમયમાં આ બ્રિજ 5 મહિના માટે બંધ કરાશે. આ બ્રિજ પરથી પસાર થતાં વાહનોને ડાઈવર્ઝન આપવામાં આવશે. પોલીસ કમિશનર ઓફિસને ડાઈવર્ઝન માટે પરવાનગી પત્ર મોકલવામાં આવ્યો છે. આ પરવાનગી મળી જાય પછી બ્રિજ બંધ કરાશે. બ્રિજનું એક તરફનું કામ પતી ગયા પછી બીજી તરફનું કામ શરૂ કરવામાં આવશે.



આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ