Delhi News/ દિલ્હીમાં સગીરા દુષ્કર્મ-હત્યા કેસ, પ્રિયંકા ગાંધીએ કહ્યું- મહિલા સુરક્ષા પર જવાબદારી જરૂરી

દિલ્હીમાં નાબાલિગ બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને કોંગ્રેસ નેતા Priyanka Gandhiએ સરકાર પર પ્રહાર કર્યા છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories NATIONAL India
Priyanka Gandhi

Delhi Minor Crime Update September 2026: દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં સગીરા સાથે કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ મહિલા સુરક્ષાને લઈને ફરી ચર્ચા તેજ કરી છે. આ મામલે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકાર અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે મહિલાઓ વિરુદ્ધ હિંસાના કેસોમાં માત્ર નિવેદનો નહીં પરંતુ અસરકારક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી.

પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?

પ્રિયંકા ગાંધીએ(Priyanka Gandhi) પોતાની પોસ્ટમાં દિલ્હીની સગીરા સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરીને મહિલા સુરક્ષાના(Women’s Safety) મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે મહિલાઓ વિરુદ્ધ હિંસાના અનેક કેસોમાં પીડિતાઓને યોગ્ય કાર્યવાહી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે FIR નોંધાવવાથી લઈને આરોપીઓ સામે નક્કર કાર્યવાહી સુધીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. તેમણે સરકાર પાસેથી મહિલા સુરક્ષાના મામલે જવાબદારી નક્કી કરવા અને જમીન પર અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.

Priyanka Gandhi

શું છે દિલ્હીની ઘટના?

પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીના(Priyanka Gandhi) સ્વરૂપ નગર વિસ્તારમાં એક કિશોરી સાથે કથિત દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે, જેમાં ત્રણ સગીર આરોપીઓ હોવાનું જણાવાયું છે. તપાસમાં સામે આવ્યું છે કે પીડિતા આરોપીઓમાંથી એકને ઓળખતી હતી અને તેની સાથે જવા બાદ ઘટના બની હોવાની પોલીસને શંકા છે. પોલીસે તપાસ દરમિયાન 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. એક શંકાસ્પદ ટેમ્પોની હિલચાલ પરથી તપાસ આગળ વધી અને તેના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હોવાનું પોલીસનું કહેવું છે. કેસમાં પુરાવા એકત્ર (Priyanka Gandhi) કરવાની અને દરેક આરોપીની ભૂમિકા નક્કી કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

મહિલા સુરક્ષા ફરી રાજકીય મુદ્દો

આ ઘટના બાદ દિલ્હીમાં(Delhi) મહિલા સુરક્ષાને લઈને રાજકીય ચર્ચા(Political Discussion) ફરી તેજ થઈ છે. પ્રિયંકા ગાંધીએ(Priyanka Gandhi) સરકારની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે પોલીસ તરફથી કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.ન હાલમાં આરોપીઓ સામે લગાવવામાં આવેલા આરોપો કોર્ટમાં સાબિત થવાના બાકી છે. તપાસ પૂર્ણ થયા બાદ પુરાવા અને કાયદાકીય પ્રક્રિયાના આધારે કેસ આગળ વધશે.


આ પણ વાંચો :દિલ્હી ગેંગરેપ મુદ્દે રાહુલ ગાંધી ભડક્યા, 47 કિમી બસ દોડતી રહી છતાં કોઈ ચેકિંગ નહીં

આ પણ વાંચો : દિલ્હીમાં ફરી શ્રદ્ધા જેવી હત્યા, લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા બાદ લાશ ઢાબાના ફ્રીજમાં સંતાડી

આ પણ વાંચો :દિલ્હી ગેંગરેપ હત્યા કેસ : સગીરાનો કોહવાયેલ મૃતદેહ મળ્યો,રાહુલ ગાંધીનાં મહિલા સુરક્ષા પર સવાલ