રાજસ્થાનની વિશેષ અદાલતે જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી હતી. આ અગાઉ બુધવારે ચારેય આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો. અદાલતે આ મામલે મોહમ્મદ સરવર આઝમી, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સલમાન અને સૈફુર રહેમાનને દોષી ઠેરવ્યા હતા, જ્યારે શાહબાઝ હુસેનને નિર્દોષ જાહેર કર્યા હતા. તમામ દોષીઓને કોર્ટ દ્વારા આજે સજા સંભળાવવામાં આવી હતી.
2008 Jaipur bomb blasts case: Jaipur court announces quantum of sentence in the matter, all the four convicts – Sarvar Aazmi, Mohammad Saif, Saifur Rahman, and Salman, to be hanged till death. pic.twitter.com/zsqcOeSGiC
— ANI (@ANI) December 20, 2019
સરકારી વકીલ શ્રીચંદે બુધવારે કોર્ટને કહ્યું કે ચારને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307,324, 326, 120 બી, 121 એ અને 124 એ, 153 એ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સિવાય તેને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ 3 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધારાની કલમ 13, 16, 1 એ અને 18 હેઠળ પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ કેસની સુનાવણી કરી રહેલા વિશેષ અદાલતના ન્યાયાધીશ અજયકુમાર શર્માએ ગયા મહિને ચૂકાદો અનામત રાખ્યો હતો. રાજસ્થાનની રાજધાની, જયપુરમાં, 13 મે, 2008 ના રોજ, સાંજના સાત વાગ્યે છેલ્લા 15 મિનિટમાં આઠ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આશરે 11 વર્ષ પહેલાં થયેલા આ આઠ સિરિયલ બ્લાસ્ટ્સે જયપુરના પરકોટા શહેરને હચમચાવી નાખ્યું હતું. આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા હતા અને 185 ઘાયલ થયા હતા.
પ્રથમ ધડાકો ચાંદપોલ હનુમાન મંદિર અને ત્યારબાદ બીજો સાંગનેરી ગેટ હનુમાન મંદિરમાં થયો હતો. આ પછી બડી ચોપર, જોહરી બજાર, છોટી ચોપર અને અન્ય ત્રણ સ્થળોએ વિસ્ફોટો થયા હતા. બોમ્બ વિસ્ફોટ બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારની ભલામણ પર કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના કરી હતી.
આ પાંચ સિવાય બ્લાસ્ટ કેસના આરોપી શાદાબ, મોહમ્મદ ખાલિદ અને સાજિદ હજી ફરાર છે, જ્યારે સપ્ટેમ્બર, 2008 માં દિલ્હીમાં બટલા હાઉસ એન્કાઉન્ટરમાં આ કેસનાં જ બે આરોપી મોહમ્મદ આતિફ અને છોટા સાજીદને પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસ દરમિયાન આ વિસ્તારમાં એક રિક્ષાચાલક હનુમાન પ્રસાદે જણાવ્યું હતું કે, હું ચાંદપોલ હનુમાન મંદિરની બહાર ઉભો હતો, જ્યારે મને જોરથી ધડાકાનો અવાજ સંભળાયો. હું અધમરો અને બેહોશ થઈ ગયો હતો. લગભગ ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા. આ દિવસ મારા જીવનમાં એક ભયંકર દિવસ હતો, જે હું ક્યારેય ભૂલી શકતો નથી. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
