Not Set/ બોર્ડર પર તણાવ વચ્ચે ચીને શરૂ કર્યો Cyber Attack, 4-5 દિવસમાં 40 હજાર વખત થયો હુમલો

ચીની હેકર્સે છેલ્લા પાંચ દિવસમાં ભારતીય માહિતી ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેંકિંગ ક્ષેત્ર પર 40 હજારથી વધુ સાયબર એટેક કર્યા હતા. મંગળવારે મહારાષ્ટ્ર પોલીસનાં વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. રાજ્ય પોલીસની સાયબર શાખા ‘મહારાષ્ટ્ર સાયબર‘ નાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોએ આવા હુમલાઓ માટે સાવધાન રહેવું જોઈએ અને તેમની આઇટી સિસ્ટમોનું સાયબર […]

India

ચીની હેકર્સે છેલ્લા પાંચ દિવસમાં ભારતીય માહિતી ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેંકિંગ ક્ષેત્ર પર 40 હજારથી વધુ સાયબર એટેક કર્યા હતા. મંગળવારે મહારાષ્ટ્ર પોલીસનાં વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. રાજ્ય પોલીસની સાયબર શાખા ‘મહારાષ્ટ્ર સાયબર‘ નાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોએ આવા હુમલાઓ માટે સાવધાન રહેવું જોઈએ અને તેમની આઇટી સિસ્ટમોનું સાયબર સિક્યુરિટી ઓડિટ કરવું જોઇએ.

સાયબર શાખાનાં વિશેષ પોલીસ મહાનિર્દેશક યશસ્વી યાદવે કહ્યું કે, બંને દેશોની સૈન્ય વચ્ચેનાં તણાવ બાદ પૂર્વી લદ્દાખમાં ઓનલાઇન હુમલાઓ વધી ગયા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સાયબર દ્વારા આ પ્રયત્નો વિશેની માહિતી એકઠી કરવામાં આવી હતી અને તેમાંથી મોટા ભાગનાં ચીનનાં ચૈંગદુ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તેમણે કહ્યું, “અમારી માહિતી અનુસાર છેલ્લા ચાર-પાંચ દિવસમાં ભારતીય સાયબર સ્પેસ સંસાધનો પર સાયબર એટેકનાં ઓછામાં ઓછા 40 હજારથી વધુ પ્રયાસો થયા છે.” યાદવે કહ્યું કે, આ હુમલાનાં હેતુ સેવાને નકારી કાઠવી, ઇન્ટરનેટ પ્રોટોકોલને હાઇજેક કરવું અને વેબમાં ફસાઇ જવાનો સમાવેશ થાય છે. આઈજીપીએ કહ્યું હતું કે ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સે આવા હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નક્કર ‘ફાયરવોલ‘ બનાવવો જોઈએ અને સાયબર સિક્યુરિટી ઓડિટ કરવું જોઈએ.

મહારાષ્ટ્રનાં સાયબર અધિકારીઓનાં મતે, આ હેકર્સ પાસે આશરે 20 લાખ ભારતીય ઈ-મેઇલ આઈડી હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે, ખાનગી ઇન્ટરનેટ યુઝર્સે, ભારત સરકારનાં અધિકારીઓ સાથે, આ હુમલાઓથી સુરક્ષિત રહેવું જોઈએ, જ્યાં ગુપ્ત પાસવર્ડ અથવા પાસ કોડ મેળવવાનો પ્રયાસ કરવા નકલી ઇ-મેઇલ અથવા સંદેશા મોકલવામાં આવે છે. આવું જ એક બનાવટી ઈ-મેલ ‘એન્કોવ 2019 એટગોવડોટિન‘ મળી આવ્યું છે, જે દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નઈ અને અમદાવાદનાં નિવાસીઓને મફત કોવિડ-19 તપાસ માટે નકલી માહિતી તરીકે મોકલવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.