Ahmedabad News/ BRTSમાં મુસાફરી કરતા લોકો વાંચી લો, આ શહેરોમાં હવે નવા કોરિડોર નહીં બને!

ગુજરાતમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) વર્ષ 2009 માં શરૂ કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat

Ahmedabad News: ગુજરાતમાં પૂરજોશથી ચાલતી BRTSનું હવે વિસ્તરણ નહીં કરવામાં આવે તેમ માહિતી પ્રાપ્ત થઈ છે. ગુજરાતનાં અમદાવાદ, સુરત-રાજકોટ શહેરમાં નવા કોરિડોર બનાવવામાં નહીં આવે.

ગુજરાતમાં બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) વર્ષ 2009 માં શરૂ કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદમાં પ્રથમ વખત BRTS બસોની સુવિધા મળી હતી. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા પછી સુરત અને રાજકોટમાં પણ ધીમે ધીમે BRTS સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ 20 વર્ષ બાદ આ પ્રોજેક્ટ હવે મુલતવી રાખવામાં આવી રહ્યો છે. સૂત્રો મુજબ, BRTSના નવા કોરિડોરનું વિસ્તરણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં નવા BRTS કોરિડોરનું બાંધકામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે કે નવા BRTS કોરિડોરના નિર્માણનું કામ કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવામાં આવ્યું હતું, તેવી જ રીતે સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવવામાં આવી રહ્યા નથી. BRTS બસો ટ્રાફિક વચ્ચે જ દોડી રહી છે.

જ્યારે BRTS સેવા શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ કોરિડોર બનાવવામાં આવ્યા હતા. આ કોરિડોર એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે BRTS ઝડપથી અને સરળતાથી પસાર થઈ શકે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલોમાં, BRTS માટે અલગ સિગ્નલ આપવામાં આવ્યું છે. જોકે, હવે વહીવટીતંત્રે આ કોરિડોર બંધ કરવાનું કારણ એ આપ્યું છે કે પહેલા રૂટ પરના રસ્તા બધે પહોળા ન હોવાથી બસો ત્યાંથી પસાર થઈ શકતી ન હતી, તેથી કોરિડોર બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવી રહ્યા નથી. જોકે, કોરિડોર ન બનાવવાના મામલે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટ : BRTS બસના ડ્રાઈવરને સ્ટેયરિંગ પર માવો ઘસવાનું પડ્યું ભારે, તંત્રએ કર્યો ઘર ભેગો

આ પણ વાંચો:અમદાવાદમાં કાલુપુર BRTS બસમાં આગ, તંત્ર રાજકોટ જેવી ઘટના પછી જ જાગશે?

આ પણ વાંચો:અમદાવાદમાં BRTS રૂટમાં દોડતી બસે રાહદારીને ઉડાવ્યો, શહેરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ