Ahmedabad News: અમદાવાદમાં કાલુપુર BRTS બસમાં આગ લાગી છે. ભરચક વિસ્તારમાં બીઆરટીએસ બસ અચાનક સળગી ઉઠી છે. બીઆરટીએસમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ જો આવું ચાલતી બસે થયું હોત તો કેવી ઘટના બની હોત તે વિચાર જ કંપારી ધ્રુજાવી નાખે તેવો છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે આજે વહેલી સવારે BRTSમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલુ બસમાં ધુમાડો થતાં ડ્રાઇવરે તાત્કાલિક બસને રોકી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતાં. એકાએક આ ધુમાડો આગમાં ફેરવાઈ જતાં, તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે જાનહાનિ ટળી હતી. બસમાં આગ લાગવાના કારણે પ્રેમ દરવાથીથી દરિયાપુર તરફનો રસ્તો 30 મિનિટ સુધી બંધ કરવો પડ્યો હતો.
જોકે, આ દરમિયાન આગ એકાએક વધવા લાગી હતી. ત્યારે ડ્રાઈવરે ફાયર એકસ્ટિંગવીશરથી જાતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરની આ મહેનત નિષ્ફળ ગઈ અને આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગને વધતી જોતા ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો. ઘટનાની જાણકારી મળતાં ફાયરની ત્રણ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ અન્ય કોઈ જગ્યાએ પ્રસરે તે પહેલાં જ ફાયરના અધિકારીઓએ આગમાં કાબૂ મેળવી લીધો હતો.
આ પહેલા અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,બીઆરટીએસમાં અચાનક આગ લાગવવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે ફાટર વિભાગને જાણ કરવામાં આવીહતી ,પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી છે. હાલ બસમાં આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી.હાલ આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,કોઇ જાનહાનિના સમાચાર નથી.
બીઆરટીએસમાં અગાઉ આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે તેની પાછળ કોર્પોરેશન દ્વારા બસોનું યોગ્ય રીતે મેઇન્ટેનન્સ રખાતું ન હોવાનું માનવામાં આવે છે. આના ઉપરાંત અન્ય મહત્વના કારણમાં બસનું મેઇન્ટેનન્સ મોંઘુ પડતું હોવાના લીધે તેના સ્પેરપાર્ટસ પછી ઓરિજિનલના બદલે ડુપ્લિકેટ નાખવામાં આવે છે. તેના કારણે પણ પછી બસ અપેક્ષા મુજબની કામગીરી કરતી નથી. તેના લીધે આ પ્રકારના બનાવો પણ વધતા જાય છે.
અમદાવાદ મેમનગર બીઆરટીએસ બસમાં આગ લાગી તે ઘટના પરથી મ્યુનિ.એ કોઈ બોધપાઠ લીધો લાગતો નથી. કોઈ મોટી દુર્ઘટના બને પછી જ જાગવાનો જાણે તંત્રનો નિયમ બની ગયો છે. આ બનાવમાં પણ જો મ્યુનિ. યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સમજી લો કે બીઆરટીએસની બસને લઈને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના રાહ જોઈને જ બેઠી છે. રાંડ્યા પછીનું ડહાપણ કરવું તેના કરતાં અત્યારે જ જાગી જવાનો સમય છે. હવે જો સામાન્ય લોકોના મોતની તેમને કોઈ ચિંતા ન હોય તો પછી તે તંત્રને લોકો ગાંઠે તેવી આશા ન રખાય.
આ પણ વાંચો: અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ,કોઇ જાનહાનિ નહીં
આ પણ વાંચો: MTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન
આ પણ વાંચો: ટાટા મોટર્સે અમદાવાદ BRTS માટે 60 ઈલેક્ટ્રિક બસની ડિલિવરી, અદ્યતન સુવિધાઓથી છે સજ્જ
