Gandhinagar News: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસે વધુ એક સિધ્ધિ પ્રાપ્ત કરી છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)ની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા છે.
ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય
[fvplayer id=”205″]
ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ
ગુજરાત પોલીસે (Gujarat Police) આધુનિક ટેક્નોલોજી (Modern Technology)ના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) નામક પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર (September) સુધીમાં 80 જેટલા મહત્વના ગુનાઓ (Crime)ના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે ગુજરાત પોલીસની ટેક-પોલીસિંગની દિશામાં વધુ એક સિધ્ધિ (Achievement) દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) જણાવ્યું છે કે, આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.
NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો અને ગુજરાતના 22 લાખથી વધુ ગુનેગારોનો ફિંગરપ્રિન્ટ ડેટા સામેલ
અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારો (Criminals)ના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ (Fingerprint Database) નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS)માં સમાવવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.
ઇ- સાક્ષ્ય પોર્ટલ
ઇ- સાક્ષ્ય પોર્ટલ પર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ પ્રમાણે માહિતી આપી હતી.
[fvplayer id=”208″]
પોલીસની કામગીરીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ક્ન્વીકશન રેટ વધે તે પ્રકારની વધુ એક ટેક્નોલોજી એટલે ઈ-સાક્ષ્ય પોર્ટલ. જેમાં ગુનાની જગ્યા, પંચનામા સહિતની કામગીરીનું વિડિઓ રેકોર્ડિંગ કરવામાં આવે છે.
ડાયલ 112
ડાયલ 112 (Dial 112) વિષય પર જણાવતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આમ કહ્યું હતુ.
[fvplayer id=”206″]
ઇ-સમન્સ મોડ્યુલ
ઇ-સમન્સ ટેક્નોલોજી પર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વધુમાં આ માહિતી આપી હતી.
[fvplayer id=”209″]
સમન્સ કે વોરંટ બજાવવાની મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવ બળનો ખૂબ વ્યય થતો હતો. આ ટેક્નોલોજીને આધારે હવે ઇમેઇલ કે વોટ્સએપ (E-Mail, Whatsapp)ના માધ્યમથી ઓનલાઈન સમન્સ (Online Summons) બજવણી કરવામાં આવી રહી છે.
ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં ઈ-સમન્સ મોડ્યુલ કાર્યરત છે. વર્તમાનમાં ગુજરાતમાં 50 ટકાથી વધુ સમન્સની બજવણી ઓનલાઈન કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
આ પણ વાંચો:ગાંધીનગર : પોલીસ વિભાગમાં બદલીનો દોર, એકસાથે 105 IPS અધિકારીઓની બઢતી અને બદલી

