Rajkot News/ રાજકોટ : BRTS બસના ડ્રાઈવરને સ્ટેયરિંગ પર માવો ઘસવાનું પડ્યું ભારે, તંત્રએ કર્યો ઘર ભેગો

આ ડ્રાઇવર E25 નંબરની BRTS બસ લઈને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો

Top Stories Gujarat Rajkot Relationships

Rajkot News : રાજકોટમાં BRTS બસના ડ્રાઈવરને સ્ટેયરિંગ પર માવો ઘસવાનું ભારે પડ્યું હતું. તેની આ હરકતને કારણે તંત્રએ તેને ઘર ભેગો કરી દીધો હતો. રાજકોટમાં BRTS બસચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે જેમા ડ્રાઈવરે ચાલુ બસે સ્ટેયરીંગ પર જ માવો ઘસતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તંત્રએ ડ્રાઈવરને ઘર ભેગો કર્યો છે,150 ફૂટ રિંગરોડ પર ચાલુ બસે ડ્રાઈર સ્ટેયરિંગ પર માવો ઘસતો નજરે પડયો હતો,જો સ્ટેયરિંગ ભુલથી ફરી જાય તો થઇ શકતો હતો મોટો અકસ્માત.

મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોવાની વાત પણ સામે આવી હતી.રાજકોટમાં સીટીબસના ડ્રાઇવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ સીટી બસમાં માવો ઘસતા હોવાનો એક વિડીયો ભારે વાયરલ થયો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સીટીબસનો ડ્રાઈવર જ્યારે બસ ઉભી હોય ત્યારે માવો કાઢે છે. અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે પરંતુ તેમ છતા માવો ઘસવાનું ચાલુ જ રાખે છે.

આ ડ્રાઇવર E25 નંબરની BRTS બસ લઈને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો હતો.કોર્પોરેશને ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે.મોરી ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના આ ડ્રાઇવરને નવો આદેશ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમજ અન્ય ડ્રાઈવરોને પણ આવી કોઈ હરકત નહીં કરવાની તાકીદ કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ જ બજરંગવાડી નજીક સિટીબસનાં ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,તો વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે અને સિટી બસ વિવાદમાં આવતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો:ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

આ પણ વાંચો:સુરતમાં પ્રયાગરાજથી પરત ફરતાં પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યાં