દીપાવલી બાદ નવેમ્બર આવતા જ શિયાળાની ઋતુની શરૂઆત થાય છે. સામાન્યત: એવુ કહેવાઈ છે કે શિયાળામાં નવા શાકભાજી આવક થતી હોય છે. આ કારણે શાકભાજીના ભાવ પણ સસ્તા થતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી શાકભાજીના ભાવો સાતમા આસમાન પર હતા. ગત અઠવાડિયે ટમેટાના ભાવ અને સફરજનના ભાવ બંને એક સરખા થઈ ગયા હતા. જો કે, નાશિકના બજારમાંથી નવા શાકભાજીની આવક થતા તમામના ભાવમા ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
ગત અઠવાડિયે ટમેટાના ભાવ અને સફરજનના ભાવ બને એકસરખા થઈ ગયા હતા. પરંતુ નાશિકના ટમેટાની આવક થતા ટમેટાના ભાવમા 70 થી 80 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે ટમેટાના ભાવ જે 40 થી 60 રૂ. જથ્થાબંધમા મળતા હતા. તે આજ રોજ 10થી 15રૂ જથ્થાબંધમા મળી રહ્યા છે.
તો ગત અઠવાડિયે જે શાકભાજીના ભાવ હતા તેમા પણ આ અઠવાડિયે 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. રીંગણ, કોબીચ, ગુવાર, ભિંડો. દુધી, મરચા, વાલોળ સહિતના તમામ જાતના શાકભાજીના ભાવમા ઘટાડો જોવા મળ્યો છે.
શાકભાજીનુ નામ જથ્થાબંધનો ગત અઠવાડિયાનો ભાવ જથ્થાબંધનો આજનો ભાવ
- રીંગણા 10 થી 15 5 થી 10
- કોબિચ 10 થી 15 10 થી 13
- ફુલાવર 10 થી 15 10 થી 15
- દુધી 8 થી 10 10 થી 20
- ગુવાર 60 થી 80 40 થી 60
- ભિંડો 30 થી 40 20 થી 30
- મરચા 12 થી 23 10 થી 18
- વાલોળ 20 થી 25 14 થી 20
- ગાજર 25 થી 30 10 થી 15
- વાલ 25 થી 30 15 થી 20
- ટમેટા 40 થી 60 10 થી 15
આજ રોજ છુટકના ભાવ
- રીંગણા 20 થી 30 રૂ.
- કોબિચ 20 થી 25 રૂ.
- ફુલાવર 20 થી 25 રૂ.
- દુધી 25 થી 35 રૂ.
- ગુવાર 60 થી 80 રૂ.
- ભિંડો 35 થી 50 રૂ.
- મરચા 30 થી 40 રૂ.
- વાલોળ 25 થી 35 રૂ.
- ગાજર 20થી 30 રૂ.
- વાલ 25 થી 35 રૂ.
- ટમેટા 20 થી 40 રૂ.
જથ્થાબંધ વેપારી અને છુટક શાકભાજીના વેપારી એ જણાવ્યુ હતુ કે, હજુ 10 થી 15 દિવસના સમયગાળામા શાકભાજીના ભાવમા નોંઘ પાત્ર ઘટાડો જોવા મળશે. તો સામાન્યત: શાકભાજીના ભાવ 15 થી 20રૂ, કિલો છુટક બજારમા મળતા થઈ જશે જેનો સિધો ફાયદો લોકોને મળશે
