Not Set/ પાટણના સિદ્ઘપુરમાં BSNLના કર્મચારીઓએ કર્યો વિરોધ

પાટણના સિદ્ઘપુરમાં BSNLના કર્મચારીઓએ સવારે વિરોધ કર્યો હતો.સાથે કર્મચારીઓ 2 દિવસ માટે દેશવ્યાપી હડતાળનો પ્રારંભ કર્યો છે. જેમાં પાટણ જિલ્લા સહિત દેશભરમાં 2 લાખ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા છે. નોંઘનીય છે કે BSNLના કર્મચારીઓને પેઇજ રીવીઝન, ત્રીજા પગારપંચનું અમલીકરણ જે 15 ટકા ફીટમેન્ટ સાથે આપવામાં આવ્યું નથી. કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખોટ પડી રહી […]

Gujarat

પાટણના સિદ્ઘપુરમાં BSNLના કર્મચારીઓએ સવારે વિરોધ કર્યો હતો.સાથે કર્મચારીઓ 2 દિવસ માટે દેશવ્યાપી હડતાળનો પ્રારંભ કર્યો છે. જેમાં પાટણ જિલ્લા સહિત દેશભરમાં 2 લાખ કર્મચારીઓ તેમજ અધિકારીઓ જોડાયા છે. નોંઘનીય છે કે BSNLના કર્મચારીઓને પેઇજ રીવીઝન, ત્રીજા પગારપંચનું અમલીકરણ જે 15 ટકા ફીટમેન્ટ સાથે આપવામાં આવ્યું નથી. કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખોટ પડી રહી છે. તેવા અલગ અળગ કારણ બતાવીને કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેને કારણે BSNIના કર્મચારી રોશે ભરાયા હતા વિરોધી સૂત્રોચ્ચાર કરીને હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે. જો કે કર્મચારીઓની આ દેશવ્યાપી હડતાળને કારણે જિલ્લામાં મસમોટું નુકસાન થયા તેવી પણ સંભાવના દેખાઇ રહી છે.આ ઉપરાંત ઘણા-ખરા શહેરમાં બ્રોડબેન્ડ-નેટ સેવા પણ ખોરવાઇ જવા પામી છે