દિલ્લી,
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકના ઘરે ટુંક સમયમાં મોટી ખુશી આવવાની છે. સાનિયા મિર્ઝાએ તેઓના ઘરે એક મહેમાન આવવાની માહિતી આપી છે.
સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ખાસ અંદાજમાં પોતાના માં બનવા અંગેના સમાચાર આપ્યા હતા. આ સાથે સાનિયા મિર્ઝા અને મલિકના લગ્નના ૮ વર્ષ બાદ પ્રથમ સંતાન હશે.
#BabyMirzaMalik 👶🏽❤️ pic.twitter.com/RTYpqok1Vl
— Sania Mirza (@MirzaSania) April 23, 2018
પોતાના માં બનવા અંગે સાનિયા મિર્ઝાએ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓના પતિ શોએબ માલિકના કપડાઓ સાથે એક બાળકના કપડા પણ આ ફોટોમાં જોવા મળી રહી છે. સાથે સાથે મિર્ઝાએ “બેબી મિર્ઝા માલિક” પણ લખ્યું હતું. જો કે ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે, આ દંપતી ટુંક સમયમાં માતા-પિતા (ગાર્ડિયન) બનવાના છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાના બાળકનું નામ મિર્ઝા મલિક રાખવા માંગે છે જેમાં તેનું અને શોએબનું સરનેમ શામેલ છે. ત્યારે હવે આ નામ સાથે ટ્વિટર પર #BabyMirzaMalik હેશટેગ સાથે પોસ્ટ શેર કરી છે. સોનિયાની સાથે સાથે શોએબ મલિકે પણ ટ્વિટ કર્યું હતું. આ સમાચાર બાદ ફ્રેન્ડસે પણ સાનિયા મિર્ઝાને શુભેચ્છાઓ આપી હતી.
We're super excited about little Mirza-Malik! So happy for @MirzaSania and @realshoaibmalik! Congratulations!#saniamirza #shoaibmalik pic.twitter.com/9h1jYkFJiF
— Colors Cineplex (@Colors_Cineplex) April 23, 2018
https://twitter.com/mahakhan523/status/988398629940588544
https://twitter.com/mohsin_jadoon92/status/988400807690326016
મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૦માં સોનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ માલિક સાથે હૈદરાબાદમાં પાકિસ્તાનના રીતિ – રિવાજો સાથે લગ્ન કર્યા હતા.
