Not Set/ મોરબી : ૧ વર્ષની બાળકી લીફ્ટમાં ફસાઈ જતા નીપજ્યું મોત

મોરબી, મોરબી એ સિરામિક શહેર તરીકે ભારતભરમાં નહી પણ દુનિયામાં જાણીતું છે. ગુરુવારે મોરબીના જુના જાંબુકીયામાં આવેલી એક સિરામિક ફેક્ટરીની લીફ્ટમાં ૧ વર્ષની બાળકી ફસાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. મહત્વનું છે કે, જુના જાંબુકીયામાં આવેલી ઇન્ડિયા સિરામિકમાં આ પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે. તેના માતા પિતા કામમાં વ્યસ્ત હતા. ત્યારે ૧ વર્ષની બાળકી સોનાક્ષી […]

Gujarat

મોરબી,

મોરબી એ સિરામિક શહેર તરીકે ભારતભરમાં નહી પણ દુનિયામાં જાણીતું છે. ગુરુવારે મોરબીના જુના જાંબુકીયામાં આવેલી એક સિરામિક ફેક્ટરીની લીફ્ટમાં ૧ વર્ષની બાળકી ફસાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

મહત્વનું છે કે, જુના જાંબુકીયામાં આવેલી ઇન્ડિયા સિરામિકમાં આ પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે. તેના માતા પિતા કામમાં વ્યસ્ત હતા. ત્યારે ૧ વર્ષની બાળકી સોનાક્ષી રમતા રમતા લીફ્ટ પાસે ગઈ હતી  અને ત્યાં તેને ખબર ન રહેતા લીફ્ટમાં દબાઈ જતા ઘટના સ્થળે તેનું કરુણ મોત થયું હતું.