Ahmedabad News: અમદાવાદને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો અપાવવાનું કામ અવિરત ચાલી રહ્યુ છે. તેના જ ભાગરૂપે અમદાવાદ આરટીઓ સર્કલ પર અને પરિમલ સર્કલ પર બે નવા ઓવરબ્રિજ બનશે. આ બંને બ્રિજ રૂ. 322 કરોડના ખર્ચે બનશે.
આ બ્રિજ બનવાના લીધે આરટીઓ સર્કલ પાસે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાય છે તેનાથી છૂટકારો મળશે. જ્યારે પરિમલ બ્રિજ બનતા પંચવટી સર્કલ પાસે સર્જાતા ટ્રાફિક જામથી છૂટકારો મળશે.
અમદાવાદમાં લો ગાર્ડન પર આવેલા પંચવટી જંકશન પર એલ આકારનો 779 મીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ બ્રિજ લો ગાર્ડન પાસેની હોટેલ રેડિસન બ્લુથી લઈને પંચવટી સર્કલ થઈને સીએન વિદ્યાલય પાસે ઉતરશે. આ બ્રિજ બનાવવા પાછળ 75 જેટલા વૃક્ષ કાપવામાં આવશે. આમ આ બ્રિજ લો ગાર્ડન ચાર રસ્તાને પણ આવરી લે તેમ માનવામાં આવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો હાલમાં જે ઓવરબ્રિજ છે તેને નજીકથી કનેકટ કરી શકાય તે રીતે આ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આના લીધે નદીપારથી લો ગાર્ડન જ નહીં છેક સીએન અને તેના દ્વારા નેહરુનગર સુધીનો વાહનવ્યવહાર સરળ બની જશે.
આ કામો માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળી ગઈ છે. તેના પછી આગામી સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે. આ કામ લગભગ 30 મહિનામાં પૂરુ થાય તેવો અંદાજ છે, પણ કદાચ પ્રતિકૂળ સંજોગો સર્જાય તો પણ તે કમસેકમ 36 મહિનામાં પૂરુ થઈ જાય તેમ માનવામાં આવે છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ કામ વિવાદાસ્પદ બિલ્ડર રણજીત બિલ્ડકોનને સોંપવામાં આવ્યું છે. આમ મ્યુનિસિપાલિટીએ અગાઉ નબળું કામ કરનારાઓને બ્લેકલિસ્ટ કરવાના બદલે તેમને નવા પ્રોજેક્ટ સોંપવાની પરંપરા ચાલુ રાખી છે. તેથી ભવિષ્યમાં આ પ્રકારના બ્રિજને લઈને વિવાદ સર્જાવવાનો છે તે વાત અત્યારથી જ સ્વીકારીને ચાલવી. અજય ઇન્ફ્રા અને રણજીત બિલ્ડકોન પર રાજકીય આકાઓના હાથ હોવાનું કહેવામાં આવે છે.
આ પણ વાંચો: સુવિધા માટે ખેદ છે! ફ્લાયઓવર બનાવવા માટે 120 વૃક્ષો કાપવામાં આવશે
આ પણ વાંચો: અમદાવાદમાં પાંજરાપોળ ખાતે ફોર લેનનો ઓવરબ્રિજ બનશે
આ પણ વાંચો: વિકસતા ગુજરાતની વિકરાળ સમસ્યા ‘ટ્રાફિક’
