વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવોના નારા લાગે છે એવામાં ઠેર ઠેર વૃક્ષોને ઉપરાઉપરી કાપવામાં આવી રહ્યા છે. રિપોર્ટનું માનીએ તો છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પરવાનગીથી ઓછામાં ઓછા 12,000 વૃક્ષો કાપવામાં આવ્યા છે. તેમાંથી 8,328, નાગરિક સંસ્થાના પોતાના પ્રોજેક્ટ માટે જગ્યા બનાવવા માટે કાપવામાં આવ્યા હતા.
એટલું જ નહિ તાજેતરમાં શહેરમાં ત્રણ નવા ફ્લાયઓવર બનાવવાની યોજના છે, તો એ માટે શહેરના વિવિધ ભાગોમાં વધુ 120 વૃક્ષો કાપવામાં આવશે – જેમાંથી 60 એકલા આશ્રમ રોડ પર છે.
નાગરિક સંસ્થાના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાંદખેડામાં વિસત સર્કલ, આંબાવાડી-પાંજરાપોળ જંકશન અને વાડજ ખાતે ફ્લાયઓવરના બાંધકામ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે.
ઈન્કમટેક્સ રોડથી રાણીપ રોડને જોડતા 735-મીટર લાંબા વાડજ ફ્લાયઓવર-કમ-અંડરપાસ માટે આશ્રમ રોડ પરના 60માંથી 10 વૃક્ષો પહેલેથી જ કાપવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ 106 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આંબાવાડી ખાતે પાંજરાપોળ જંકશન ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનથી સરકારી પોલિટેકનિક વચ્ચે રૂ. 62 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર ફ્લાયઓવર માટે, નાગરિક સંસ્થાના બગીચા અને ઉદ્યાન વિભાગે 13 વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે વિસાત સર્કલ ફ્લાયઓવર માટે સર્વેની કામગીરી ચાલી રહી છે, અને આ પ્રોજેક્ટ માટે લગભગ 50 વૃક્ષો કાપવા પડે તેવી શક્યતા છે.
અગાઉ, નાગરિક સંસ્થાએ નારણપુરા 132-ફીટ રિંગ રોડ પર વિભાજિત ફ્લાયઓવરના નિર્માણ માટે લગભગ 100 વૃક્ષો કાપવા માટે લીલી ઝંડી આપી હતી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:અમરેલી/સરદાર પટેલના જન્મ જયંતી પર તેમના એક પ્રેમી એ કર્યું અદ્ભુત કામ
આ પણ વાંચો:Accident/બાવળા-બગોદરા બન્યો ડેથ-વે, અકસ્માતમાં બે યુવાનોના મોત
આ પણ વાંચો:ahmedabad accident/અમદાવાદમાં નિરમા યુનિ. જોડે હિટ એન્ડ રનઃ દંપતીમાં પત્નીનું મોત
આ પણ વાંચો:Morabi-Faketollplaza/મોરબીમાં નકલી ટોલનાકા કૌભાંડના મુખ્ય આરોપી અમરશીના પિતાનો પુત્ર નિર્દોષ હોવાનો દાવો