Ahmedabad News/ CP જી.એસ. મલિકે અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક, ગોમતીપુરની મુલાકાત લીધી 

CP G S Malik ઉમેદવારોને આપવામાં આવી રહેલી તાલીમની ગુણવત્તા, શિસ્ત અને વ્યવસ્થાનો જાતે જ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી

Gujarat Ahmedabad
CP G S Malik

Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર  જી.એસ. મલિક (CP G S Malik)નોએ આજે અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક, ગોમતીપુરની મુલાકાત લીધી હતી.

શહેર પોલીસ કમિશ્નર  જી.એસ. મલિક (CP G S Malik) ની આ મુલાકાત દરમિયાન ગોમતીપુર સ્થિત પોલીસ મુખ્ય મથક ખાતે અમદાવાદ શહેર TRB (ટ્રાફિક બ્રિગેડ)ના માનદ સેવકોની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા તથા તાલીમ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. આ પ્રક્રિયામાં સફળ થયેલા અંદાજે 650 ઉમેદવારોને શારીરિક, કાયદાકીય તેમજ ફિલ્ડ તાલીમ આપવામાં આવી રહી છે.

શહેર પોલીસ કમિશ્નર  જી.એસ. મલિક (CP G S Malik) એ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી

શહેર પોલીસ કમિશ્નર  જી.એસ. મલિક (CP G S Malik) એ ઉમેદવારોને આપવામાં આવી રહેલી તાલીમની ગુણવત્તા, શિસ્ત અને વ્યવસ્થાનો જાતે જ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત તેમણે પોલીસ મુખ્ય મથક, ગોમતીપુર ખાતે આવેલી પોલીસ મેસની પણ મુલાકાત લઈ વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.

અમદાવાદ શહેર પોલીસ સતત સુરક્ષા અને સેવા માટે સજ્જ રહે તે હેતુથી તાલીમ અને માનવ સંસાધન વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં મેમો ન ફાડવા માટે 200 ની લાંચ લેતો ટીઆરબીનો જવાન ઝડપાયો

આ પણ વાંચો: અમદવાદમાં ટ્રાફિક વિભાગમાં 700 TRBની કરાશે ભરતી,જાણો વિગત

આ પણ વાંચો: ટીઆરબીની દાદાગીરી, રિક્ષાને ડંડા મારી લાઈટ તોડી…