ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર કેટલીક એવી વસ્તુઓ જોવા મળે છે, જેને જોયા પછી અને જાણીને આપણને આશ્ચર્ય થાય છે અને વિચારતા રહીએ છીએ કે આ કેવી રીતે થઈ શકે? ઘણીવાર આવા કેટલાક વીડિયો અને ફોટા પણ વાયરલ થાય છે. જેને જોઈને અમારા માટે તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર પરીક્ષામાં આપેલા બાળકનો જવાબ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જવાબ જાણ્યા બાદ લોકો તે બાળકના મગજની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : વિશ્વાસ ન આવે તેવી વાત, એક જ વર્ષમાં મહિલાએ આપ્યો 4 બાળકોને જન્મ
એક પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં એક પ્રશ્ન લખવામાં આવ્યો છે કે, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? તેના પર બાળકે જવાબમાં લખ્યું – બાહુબલી. શિક્ષકે આ જવાબ માટે બાળકને સંપૂર્ણ માર્ક્સ આપ્યા છે. જવાબમાં બાહુબલી લખવા માટે શિક્ષકે તેમને માર્ક્સ કેમ આપ્યા. તેના બદલે, શિક્ષકે તેને ફેઈલ કરવો જોઈએ. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ હતા. પરંતુ વિદ્યાર્થીએ ખુબ વિચાર્યા બાદ આ જવાબ આપ્યો હોવાથી શિક્ષકે તેને માર્ક્સ આપ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
First man on #Moon ?
A #Bollywood fan's view☺️☺️☺️☺️☺️ pic.twitter.com/z7Hvl7XSd8
— Rupin Sharma IPS (@rupin1992) August 5, 2021
આ પણ વાંચો :યુવકને ડ્રાઈવિંગ દરમિયાન બાઈકના હેન્ડલ પાસે 5 ફૂટનો કોબ્રા દેખાતા ઉડી ગયા હોંશ…
આ પ્રશ્નને IPS અધિકારી રૂપિન શર્માએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, એક બોલીવુડ ચાહકનો અભિપ્રાય. વાયરલ થતા આ પ્રશ્ન પેપરમાં તમે જોઈ શકો છો કે પહેલો પ્રશ્ન લખવામાં આવ્યો છે, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? જવાબમાં લખ્યું છે – બાહુબલી. તેની નીચે લખ્યું છે કે, બહુ એટલે Arm, બલી એટલે Strong. આ જોઈને તમે સમજી ગયા હશો કે બાળકે બાહુબલીને જવાબ કેમ આપ્યો અને શિક્ષકે તેને સંપૂર્ણ માર્ક્સ કેમ આપ્યા.
આ પણ વાંચો :ફ્લાઇટ કેન્સલ થઇ અને મહિલા બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે
આ પણ વાંચો :પાતાળલોક, આવો આજે આપને મુલાકાત કરાવીએ આ ક્યારેય નહિ સાંભળેલી જગ્યાની
